બોટાદ જીલ્લામાં આવેલ તીર્થભૂમિ સારંગપુરમાં ભગવાન સ્વામિનારાયણના સમયથી પુષ્પદોલોત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાતો આવ્યો છે. આ વખતે સારંગપુર ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પુષ્પદોલોત્સવ તારીખ 7-3-2023, મંગળવારના રોજ યોજાનાર છે. જેની તડામાર તૈયારી છેલ્લા અઠવાડિયાઓથી પૂરજોશમાં ચાલી રહી છે. વધુ વાંચો.

જેમાં ભારતના વિભિન્ન પ્રદેશોમાંથી ભક્તસમુદાય આ ઉત્સવમાં પધારશે. મોટી સંખ્યામાં આવનાર હરિભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે અત્યારે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. સારી વ્યવસ્થા પૂરી પાડવા માટે 30 જેટલા સેવા વિભાગોની રચના કરવામાં આવી છે.

વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત અને અનુભવી સંતો તથા અન્ય સ્વયંસેવકો આ વિભાગોમાં સેવા આપી રહ્યા છે. ટ્રાફિકના પ્રશ્નને પહોંચી વળવા સુંદર પાર્કિંગની વ્યવસ્થા પણ કરાઈ છે. ભક્તોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તબીબી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વધુ વાંચો.

મેડિકલ વિભાગના નિષ્ણાત તબીબો અને ઈમરજન્સી મેડિકલ વાહન પણ ચોવીસ કલાક સેવામાં રહેશે

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા અઠવાડિયાઓથી ઘણા પુરુષ તથા મહિલા સ્વયંસેવકો રોજ ઉત્સાહપૂર્વક રાત-દિવસ ખડે પગે રહી સેવા કરી રહ્યા છે, આમ, સમગ્ર મંદિર પરિસરમાં ઉત્સાહ, આનંદ અને ભક્તિભાવનાં તરંગો ઝીલાઈ રહ્યાં છે.તારીખ 7 માર્ચના રોજ સાંજે 5 વાગ્યે પુષ્પદોલોત્સવની વિરાટ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વાંચો.

જેના માટે વિશાળ મેદાનને સ્વચ્છ અને સમતળ કરી સભામંડપ તરીકે ઉપયોગમાં લેવાયો છે. જેમાં સૌ ભક્તો ભગવાન તથા ગુરુના ચરિત્રોનું સ્મરણ કરશે તથા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સંગે ભક્તિ તથા જ્ઞાનના રંગે રંગાશે. આમ ભારતીય ધુળેટીના તહેવારને ભક્તિ ભેળવીને ઉત્સવનું સ્વરૂપ અપાશે. આ રીતે, BAPS સંસ્થા દ્વારા ઉજવાતો આ પુષ્પદોલોત્સવ ભારતીય ઉત્સવ પરંપરાનું પોષણ કરનારો બની રહેશે. વધુ વાંચો.


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …