સુરતના ગોડાદરામાં તરુણીને લગ્નની લાલચ આપીને પ્રેમીએ ગર્ભવતી બનાવી તરછોડી દીધી હતી. રિક્ષાચાલકની ધો. 11માં અભ્યાસ કરતી પુત્રી સાથે ફેસબુક પર મિત્રતા કેળવી લગ્ન કરવાની લાલચ આપી અનેક વખત શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. બાદમાં તરછોડી દેતાં ગોડાદરા પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયામાં મિત્રતા થઈ હતી
ગોડાદરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય રિક્ષાચાલકની ધો. 11માં અભ્યાસ કરતી પુત્રી મિતાલી (ઉં.વ. 17 નામ બદલ્યું છે)ને વર્ષ 2021માં ફેસબુક પર ગોડાદરાના શ્રીજી આર્કેડમાં કપડાંની દુકાન ધરાવતા જયસિંહ કમલેશ યાદવ (રહે. શક્તિ વિજય સોસાયટી, મંગલ પાંડે હોલ નજીક, પાંડેસરા) સાથે મિત્રતા થઈ હતી. વધુ વાંચો

કાફેમાં અનેક વખત શરીર સંબંધ બાંધ્યા
બંને વચ્ચે નિયમિત વાતચીત અંતર્ગત જયસિંહે મિતાલીને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી શ્રીજી આર્કેડમાં આવેલા કાફેમાં લઇ જઇ અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હતા. એપ્રિલ 2022માં મિતાલી ઘરે એકલી હતી ત્યારે જયસિંહ તેના ઘરે પહોંચી ગયો હતો અને ત્યાં પણ બંનેએ શરીર સંબંધ બાંધ્યો હતો.

ગર્ભપાતની ગોળી આપી હતી
મિતાલીને માસિક નહીં આવતાં જુલાઇ 2022માં ડિંડોલીની જેક સ્પેરો ઓયો હોટલમાં લઇ જઇ પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો હતો અને ગર્ભપાતની ગોળી આપી હતી. ત્યાર બાદ પણ બંનેએ અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો, પરંતુ મિતાલીનાં માતા-પિતાને જાણ થતાં તેમણે જયસિંહનાં માતા-પિતાને પ્રેમસંબંધની વાત કરી હતી.

લગ્નની બાંયધરી આપી વાતચીત બંધ કરી
જયસિંહનાં માતા-પિતાએ મીતાલી સાથે લગ્ન કરાવવાની લેખિતમાં બાંયધરી આપી હતી, પરંતુ ત્યાર બાદ જયસિંહે મિતાલી સાથે વાત કરવાનું બંધ કરી દેતાં મામલો પુનઃ જયસિંહનાં માતા-પિતા પાસે પહોંચ્યો હતો, પરંતુ તેમણે જયસિંહ અને મીતાલીના લગ્ન કરાવવાનો ઇનકાર કરી તરછોડી દેતાં છેવટે મિતાલીએ જયસિંહ કમલેશ યાદવ વિરુદ્ધ ગોડાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ વાંચો


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
(no title)
ભાગવત અને માર્કંડેય પુરાણમાં વર્ણવેલ 20 કિલો સોનું ધરાવતું ગર્ભગૃહ, મા વિંધ્યવાસિની …
(no title)
ધર્મેન્દ્ર-હેમા લગ્નઃ હેમા માલિનીએ પરિવારની મરજી વિરુદ્ધ ધર્મેન્દ્ર સાથે કર્યા લગ્ન, જાણો …