કોઈપણ યુવતી નાનપણથી તેના વાળની સુંદર રીતે માવજત કરતી આવે છે અને એમ પણ લાંબા મજબૂત વાળ કોને ન ગમે?
પણ આજે સુરતની ફક્ત 10 વર્ષની એક નાની દીકરી દેવના દવેએ તેના 30 ઇંચ લાંબા વાળ કપાવીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. દેવનાએ બાળપણથી પોતાના માથાના વાળ પર એકપણ વાર કાતર પણ ફેરવવા દીધી નથી અને આજે તેણીએ પોતાના વાળ કેન્સર પીડિત મહિલાઓ માટે ડોનેટ કર્યા છે.

કીમિયોથેરાપી અને અન્ય રેડિયેશન ટ્રીટમેન્ટથી કેન્સર પીડિતો પોતાના વાળ ગુમાવી દે છે ત્યારે એવી યુવતીઓ અને મહિલાઓની પડખે ઉભા રહેવા, તેમને કોઈપણ જાતની શરમ નો અનુભવ ન થાય તે માટે છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતભરની બહેનો આ અભિયાનમાં જોડાઈને તેમના વાળ વિગ બનાવવા માટે ડોનેટ કરી રહી છે.
આજે સુરતની 10 વર્ષની દીકરી દેવના પણ તેનો જ એક ભાગ બની હતી. આ અભિયાન થકી એ સમાજને એક સંદે આપવા માંગે છે કે કોઈપણ દીકરીને તેના લુકથી જજ કરવાનું બંધ કરો.
કેન્સર પીડિતો માટે સામાજિક મેન્ટાલીટી ચેન્જ કરો.બાલ્ડ લુક આમ પણ એક ટ્રેન્ડ બની ગયો છે.ગુજરાતમાં હજુ બહુ ઓછી યુવતીઓ આગળ આવીને આવી હિંમત દર્શાવે છે ત્યારે આ 10 વર્ષની બાળકી સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે.વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.