હાલમાં ચારોતરફ ચુંટણીનો માહોલ છે, ત્યારે ગુજરાતના લોકપ્રિય હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ હાલમાં જ ચુંટણીને લઈને કટાક્ષ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે અને આ વિડીયો દ્વારા મતદાતાઑને મતદાન અંગે જાગૃત કર્યા છે તેમજ સૌ કોઈને ચુંટણી અને નેતાઑ ખરી વાસ્તવિકતાથી વાકેફ કર્યા છે અને ખરેખર આ ગીતના દરેક શબ્દો સો ટકા સાચા છે.

હાસ્ય કલાકાર હકાભા ગઢવી પોતાના સ્વરમાં કહ્યું છે કે,
ચૂંટણીનો ચમકારો રોજ કરે પૈસામાં ઘમકારો, આયો ચૂંટણીનો ચમકારો
5 વર્ષે પગે લાગે ને પછી નેતા સુવે ને જનતા જાગે, આયો ચૂંટણીનો ચમકારો
નાત-જાતના વાડા કરેને પછી સમાજમાં થાય તકરારો, આયો ચૂંટણીનો ચમકારો
તૈણ પક્ષ, ચોથો પક્ષ એમાં કોઈનો નથી ઈજારો, આયો ચૂંટણીનો ચમકારો
પારકાને એ પોતાના ગણે પછી જવાબ આપે નહીં સારો, આયો ચૂંટણીનો ચમકારો
હું સમજુ છું, તમે પણ સમજજો, નેતા ચૂંટજો સારો, આયો ચૂંટણીનો ચમકારો.

આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, હકાભાએ જે ચુંટણી અને નેતા પસંદ કરવાની વાત કરી છે તે ખરેખર સો ટકા સાચી વાત છે.