જમ્મુમાં શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો, 10 લોકોના મોત, 33 ઘાયલ જમ્મુમાં શિવખોડીથી કટરા જતી એક પેસેન્જર બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. બસ ચાલકને નિશાનો બનાવી ફાયરિંગ જેથી તેમને નિયંત્રણ ગુમાવતા બસ ખાઈમાં પડી હતી. આ ઘટનામાં 33 લોકો ઘાયલ થયા છે અને 10 લોકોના મોત થયા છે.

ઘટના બાદ ભારતીય સેના ફુલ એકસન મોડમાં જોવા મળી, શ્રદ્ધાળુઓ શિવખોડી મંદિર જઈ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. સેના, પોલીસ અને અર્ધલશ્કરી દળોના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રારંભિક અહેવાલોમાં જાણવા મળ્યું છે કે શિવખોડીથી કટરા જતી એક પેસેન્જર બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગના કારણે બસના ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને બસ ખાઈમાં પડી હતી.

Reasi Terror Attack: PM Modi Takes Stock Of Situation, Amit Shah Says  Culprits Will Face 'Wrath Of Law'

ફારુક અબ્દુલ્લાએ હુમલાની નિંદા કરી
JKNC પ્રમુખ ડૉ. ફારૂક અબ્દુલ્લા અને ઉપપ્રમુખ ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં આજે થયેલા આતંકવાદી હુમલાની આકરી નિંદા કરી છે. તેમણે કહ્યું કે આવી હિંસક ઘટનાઓ પ્રદેશમાં શાંતિ સ્થાપવામાં અવરોધ ઊભો કરે છે.

તેમણે તમામ સમુદાયોને આ પડકારજનક સમયમાં એક થવા અને કાયમી સદભાવ કરવાના ઉદ્દેશ્યની પહેલને સમર્થન આપવા હાકલ કરી હતી. આ દુ:ખદ સમયે તેમની સંવેદના વ્યક્ત કરતા, તેમણે પીડિત લોકો અને તેમના પરિવારો પ્રત્યે તેમની હૃદયપૂર્વક સંવેદના પણ વ્યક્ત કરી. બીજી તરફ આતંકી હુમલા બાદ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના અખનૂરમાં રિયાસીમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યા બાદ સુરક્ષા કર્મચારીઓ દ્વારા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.