લોકસભા ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન ચાલી રહ્યું છે. શહેરો તેમજ ગામે ગામમાં લાંભી લાઈનોના વિડિઓ સામે આવી રહ્યા છે. ગરમી વચ્ચે સવારના 9 વાગ્યા સુધીના મતદાન ટકાવારીના આંકડા ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા હતા. તે અનુસાર અત્યાર સુધીમાં ગુજરાતમાં 25 બેઠકો પર સરેરાશ 9.87% મતદાન થયું હતું. ત્યારબાદ 11 વાગ્યા સુધીની મતદાન ટકાવારીના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. હવે 1 વાગ્યે ફરી મતદાનના આંકડા નવેસરથી જાહેર કરાયા છે. ગુજરાતમાં 1 વાગ્યા સુધીમાં 37.83% સરેરાશ મતદાન થયું છે.

અહીં જિલ્લોનાં નામની સાથે ત્યાં કેટલા લોકોએ મતદાન કર્યું તેની માહિતી ટાંકાવારી % માં આપેલ છે જાણો તમારા વિસ્તારમાં કેટલું મતદાન થયું

LS polls: Voting begins for 25 seats in Gujarat, BJP looks to repeat sweep  | Lok Sabha Elections News - Business Standard
અમદાવાદ પૂર્વ 34.36%, અમદાવાદ પશ્ચિમ 33.29%, અમરેલી 31.48%, આણંદ 41.78%, બનાસકાંઠા 45.89%, બારડોલી 41.67%, ભરૂચ 43.12%, ભાવનગર 33.26%, છોટા ઉદેપુર 42.65%, દાહોદ 39.79%, ગાંધીનગર 39.23%, જામનગર 34.61%, જૂનાગઢ 36.11%, કચ્છ 34.26%, ખેડા 36.89%, મહેસાણા 37.79%, નવસારી 38.10%, પંચમહાલ 36.47%, પાટણ 36.58%, પોરબંદર 30.80%, રાજકોટ 37.42%,, સાબરકાંઠા 41.92%, સુરેન્દ્રનગર 33.39%, વડોદરા 38.79%, વલસાડ 45.34%

તમારા 1 મતનું મહત્વ સમજો અને મતદાન કરો આપના પરિવાર અને સમગ્ર દેશનું કલ્યાણ કરતી પાર્ટીને મત આપવો તમારો અધિકાર છે