પાલનપુર તાલુકાના ખસા ગામે ગરીબ શ્રમિક પરિવારની એક બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાતો કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે. અભણ પરિવારના ઘરના ટીવી, સ્માર્ટ ફોન જેવી કોઈ સુવિધાઓ નથી તેમજ શાળાના પગથિયોં હજુ ચડી નથી, તેવી નાની દીકરી દક્ષા ફટાફટ હિન્દીમાં વાતો કરી તેનું કહેવું છે કે, આ તેનો પુનર્જન્મ છે. આ પહેલા તે કચ્છના અંજારમાં હતી જ્યા ૨૦૧૧ માં ભૂકંપ જેમાં સ્લેબ તેના પર પડતા તે મરણ પામી હોવાનું પણ જણાવી રહી છે.

ખસા ગામે વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે. જેમાં સૌથી નાની ચાર વર્ષની દીકરી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં વાતો કરતા જણાવે છે કે મે અંજાર કી હું મેરે પિતા કેક બનાને કા કામ કરતે થે. મેરે માતા પિતા ઓર એક ભાઈ બહેન થે મુજે બહેન કી યાદ આ રહી છે. જહા ભૂકંપ મે મેરા મોત હુવા થા મુજે યહાં ભગવાન ને ભેજા હૈં! આ દીકરીની માતાએ જણાવ્યું હતું કે તે “મુજે પાની દો, મેરા બિસ્તર કહા હૈ?” જેવી વાતો કરે છે. હું અભણ હોવાથી મને કંઈ ખબર પડતી નથી.

આ પરિવારમાં કોઈપણ પ્રકારના ટીવી સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર પણ તેમ જ આજુબાજુ કોઈ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા ગ્રામજનો અચરજમાં મુકાયા છે. આ બાળકી પૂછપરછ કરતા ભગવાને તેણે અહીં મોકલી છે અને તેના માતા પિતા સાથે અંજારમાં હતી જ્યા ભૂકંપ વખતે ધાબુ પડતા તે મરી ગઈ હોવાનું પણ રટણ કરે છે.

Gam no choro | Gujarati news | Divya Bhaskar | Gujarat smachar | Gujarati news | Gujarati story | gujarati short stories | gujarat news | Gujarat