girnar

દિનાંક : ૮/૧૨/૦૩નો દિવસ મને હજુય યાદ છે. બરાબર યાદ છે, જ્યાંથી મારા આધ્યાત્મિક જીવનયાત્રાના પુનિત દિવસોનો પ્રારંભ થયો હતો. આ જીવનયાત્રાનો તબક્કો બહુ લાંબો પણ નથી, તેમજ સાવ ટૂંકો પણ નથી અથવા એમ કહીશ કે, આ આધ્યાત્મિક જીવનયાત્રા હજુ પણ ચાલુ જ છે !

આ જીવનયાત્રા કદાચ અનેક જન્મો સુધી ચાલુ જ રહે તેવી સંભાવના છે; કદાચ આ યાત્રા અનંત સમય સુધી ચાલુ જ રહેશે ! યુગોયુગોથી ફરતા અને હજુ પણ અનેક યુગો સુધી ફરતા રહેનારા, આ સમયના ચક્રને કોણ રોકી શકે ?

અનંતકાળથી વહેતા આ સમયના પ્રવાહમાં હું ક્યારથી તણાતો રહ્યો છું, તેની મને ખબર નથી, પરંતુ આ પ્રવાહમાં તણાયે જતાં મને કિનારો પ્રાપ્ત છે, તે હું જાણી શક્યો હતો, ને તે પછી શરૂ થયો, મારો અગમ્યની દિશા તરફનો પ્રવાસ !

આ પ્રવાસ જ્યારથી શરૂ થયો એ દિવસ પણ અદ્ભુત હતો ! બસ, આ દિવસથી હું જીવનમાં જાણવા ઇચ્છતો હતો, જે જાણવાની મને તીવ્ર ઇચ્છા હતી. જે અનુભૂતિ કરવા માંગતો હતો, તે બધું જ મને ધીમે ધીમે પ્રાપ્ત થવા લાગ્યું હતું અને આજે હું એ ઊંચાઈએ છું, જેની મને કલ્પના પણ ન હતી !

આ ઊંચાઈ ૫૨ મને તેડીને ઊંચો કરી ટોચ પર બેસાડનાર પ.પૂ. મહંત માધવાનંદ બ્રહ્મચારીજી ! જે ઉર્ધ્વરેતસ્ બ્રહ્મચારી હતા, જે મહાપુરુષનો પરિચય અને તેની મહાનતાનાં દર્શન કરાવવા હું સમર્થ નથી છતાં પ્રયત્ન કરું છું.

દિનાંક : ૬/૧૨/૦૩ના રોજ પ્રાતઃકાળે ધ્યાન દરમિયાન મને માધવાનંદજીનો માનસિક સંદેશો મળ્યો અને બીજે જ દિવસે હું તેમનું સાંનિધ્ય માણવા જગ્યામાં પહોંચી ગયો હતો. જેની નોંધ પણ મેં ડાયરીમાં કરી લીધી હતી.

શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી. 

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.

વધુ આવતી કાલે.. રાત્રે 10 વાગ્યે

???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????

••••••••••••••••••••••••••••••••••

???? www.gamnochoro.com

FB: http://facebook.com/maragamnochoro

IG: http://instagram.com/maragamnochoro

••••••••••••••••••••••••••••••••••

#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu