krishna

શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણે આ સવાલનો અર્જુન આ ઉત્તર આપ્યો હતો.

योगसंन्यस्तकर्माणं ज्ञानसंछिन्नसंशयम् ।
आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय ।

હે ધનંજય ! જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધાં છે તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે, એવા અંતઃકરણ વશ કરેલ પુરુષને કર્મો નથી બાંધતા. ( અધ્યાય ચોથો, ૪૧ )

દરેક વ્યક્તિને આ સંસારની મોહ-માયાના બંધનમાંથી મુક્તિ મેળવી હોય છે પરંતુ કઇ રીતે આ શક્ય છે ? અર્જુન જ્યારે શ્રી કૃષ્ણને પૂછ્યું, ત્યારે શ્રી કૃષ્ણ ઉત્તર આપે છે.

ज्ञेयः सनित्यसंन्यासी यो न द्वेष्टि न काङ्घति ।
निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात्प्रमुच्यते ।

હે મહાબાહો ! જે માણસ ન તો કોઈનોય દ્વેષ કરે છે કે ન તો કશાયની આકાંક્ષા કરે છે, તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે; કેમ કે રાગ-દ્વેષ વગેરે દ્વન્દ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનોમાંથી મુકત થઈ જાય છે. (અધ્યાય પાંચમો, શ્લોક ૩ )

શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણ ઉત્તર આપે છે.

सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी ।
नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन् ।

જે દેહધારી પુરુષ પોતાના સ્વભાવને વશ કરે છે અને બધાં કર્મોનો મન વડે ત્યાગ કરે છે તે કંઈ કર્યા વિના નવદ્વારવાળા આ દેહમાં સુખેથી રહે છે. ( અધ્યાય પાંચમો, શ્લોક ૧૩ )

શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી. 

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.

???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????

••••••••••••••••••••••••••••••••••

???? www.gamnochoro.com

FB: http://facebook.com/maragamnochoro

IG: http://instagram.com/maragamnochoro

••••••••••••••••••••••••••••••••••

#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu