દેશમાં લોકસભા ચૂંટણી શરૂ થઇ છે જેથી નેતાઓ અને રાજકારણ સાથે સંકળાયેલ લોકો ભરપૂર પોતપોતાનો પ્રચાર કરી રહ્યા છે. જેમાં સોશ્યિલ મીડિયા પર પણ ખૂબ પ્રચાર ચાલી રહ્યો છે. પરંતુ પ્રચાર માટે AI અને DeepFake ટેક્નોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. ફિલ્મી નેતાઓની ખૂબ ફેન ફોલોવિંગ હોવાથી તે આનો શિકાર થઇ રહ્યા છે.

Deepfake Se Bacho: Ranveer Singh After Altered Video Goes Viral
રણવીર સિંહ થયા DeepFakeનો શિકાર

રણવીર સિંહ હાલમાં જ વરાણાસીની યાત્રાએ પહોચિયા હતા તે ત્યાં એકદમ ટ્રેડિશનલ લૂકમાં જોવા મળ્યા હતા. તે સમયે રણવીર સિંહે મીડિયા સાથે બનારસ શહેર અને કાશીના તેમના આધ્યાત્મિક અનુભવને શેર કરતી વખતે તેમના મનની વાત કરી. આ ઇન્ટરવ્યૂમાંથી કોઈએ આ વીડિયોનું ડીપ ફેક વર્ઝન બનાવીને સોશ્યિલ મીડિયા પર શેર કર્યું જે ખૂબ વાયરલ થયું, જે વિડિઓમાં રણવીર સિંહ BJPની ટીકા કરતા હોય અને કોંગ્રેસનો પ્રચાર તેમ જોવા મળે છે પરંતુ તે વિડિઓ સંપૂર્ણ ફેક છે.

શું કોઈ વ્યક્તિની પરવાનગી વિના તેનો વિડિઓ રાજકારણના પ્રચાર માટે ઉપયોગ કરવો યોગ્ય છે ? આ વિડિઓ વાયરલ જતા રણવીર સિંહે કહ્યું કે ”DeepFakeથી બચો દોસ્તો” રણવીર સિંહના કહેવાનો સ્પષ્ટ અર્થ છે કે આ વિડિઓ ફેક છે આ વિડિઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ, તેનાથી બચીને રહેવું જોઈએ