લોકપ્રિય ટી.વી. શો ”તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરૂચરણ સિંહને લઈને ગાયબ થવાની ખબર આવી રહી છે. પોલીસને આ મામલે તપાસ દરમિયાન લાસ્ટ લોકેશનની જાણકારી મળી છે. ગુરૂચરણ સિંહને ગાયબ થયે 6 દિવસ થઈ ચુક્યા છે.
તેમના પિતા હરગીત સિંહે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે અને કિડનેપિંગનો કેસ નોંધાવ્યો ત્યારબાદ તપાસ હાથ ધરી છે. એક્ટર ગુરૂચરણ સિંહના ગાયબ થવાના મામલાની તપાસ પોલીસ કરી રહી છે. આ સમય દરમિયાન અમુક નવી જાણકારી સામે આવી છે તેમનું લાસ્ટ લોકેશન અને એ.ટી.એમ. થી અમુક પૈસા ઉપાડવાની વાત સામે આવી છે. ખબર એ પણ છે કે એક્ટર લગ્નની તૈયારી કરી રહ્યા હતા.
22 એપ્રિલે તેમને દિલ્હીથી મુંબઈની ફ્લાઈટ પકડવાની હતી. પરંતુ તે એરપોર્ટની તરફ ગયા જ નહીં. સી.સી.ટી.વી. ફુટેજમાં એક્ટરને દિલ્હીના પાલમ સહિત ઘણા અન્ય વિસ્તારોમાં ખભે બેગ લટકાવી ચાલતા જતા જોવામાં આવ્યા છે.
પોલીસને મળેલી જાણકારી અનુસાર ગુરૂચરણે 24 એપ્રિલે દિલ્હીના પાલન સ્થિત ATMથી લગભગ 7 હજાર રૂપિયા પણ ઉપાડ્યા હતા. જે તેમના ઘરથી અમુક જ કિમી દૂર છે. ત્યાર બાદથી તેમનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. એટલે કે એક્ટર 24 અપ્રિલ સુધી દિલ્હીમાં હાજર હતા અને પછી તેમનો મોબાઈલ બંધ થઈ ગયો. એટલે સ્પષ્ટ છે કે 24 તારીખે જ તે પાલમ સ્થિત પોતાના ઘરથી લગભગ 2થી3 કિમી દૂર લોકેશન પર હાજર હતા.