કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી આપણા ગુજરાતના રાજ્યના ઘણા વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
ઉનાળાએ તેનું આકરુ સ્વરુપ બતાવવાનું શરુ કરી દીધુ છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવા વાતાવરણમાં પોતાના અને પોતાના સ્વજનોના સ્વાસ્થ્યની કાળજી રાખવી અતિઆવશ્યક છે. સરકારના આરોગ્ય વિભાગે ગરમીથી કઇ રીતે બચાય અને ગરમીમાં બહાર નીકળીએ તો કઇ બાબતોનું ધ્યાન રાખવું તે માટે તૈયારી કરી છે.
આજથી ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી છે. પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ રહેતા એલર્ટ અપાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.