ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસ સુધી ચાલેલા ગ્રાન્ડ પ્રિ વેડિંગ ફંક્શન બાદ હવે અંબાણી પરિવારમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અંબાણી પરિવારના સૌથી નાના પુત્રના લગ્નને યાદગાર બનાવવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જામનગરમાં ભવ્ય પ્રિ વેડિંગ ફંક્શન બાદ તમામની નજર અનંત અને રાધિકાના લગ્ન પર છે.
જાણો અનંત અંબાણી અને રાધિકાના લગ્ન ક્યાંરે અને ક્યાં થશે?
પહેલા સમાચાર આવ્યા હતા કે અનંત અને રાધિકાના લગ્ન લંડનમાં થશે, જ્યારે સંગીત અબુ ધાબીમાં થશે, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આ પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનંત અને રાધિકાના લગ્ન ન તો લંડનમાં થશે અને ન તો અબુધાબીમાં. હવે, અનંત અને રાધિકા મુંબઈમાં જ સાત ફેરા લેશે.
આ માહિતી અગાઉ પણ આવી રહી હતી કે અંબાણી પરિવાર પીએમ મોદીની ‘વેડ ઇન ઇન્ડિયા’ની અપીલથી પ્રભાવિત છે અને અનંત અને રાધિકાના લગ્ન મુંબઈમાં જ થશે. જો કે અંબાણી પરિવાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. અનંત અને રાધિકા 12 જુલાઈના રોજ લગ્ન કરશે. માતા નીતા અંબાણી આ લગ્ન માટે ખાસ તૈયારીઓ કરી રહ્યા છે.
અનંત અંબાણી અને રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્સન જોઈ લોકોના હોશ ઉડ્યા હતા કારણ કે બોલીવૂડના તમામ અભિનેતાથી લઇને વિશ્વ લેવલના બિઝનેસ જેમ કે માર્ક ઝુકરબર્ગ અને બિલગેટ્સ જેવા પણ હાજર હતા. આવા ભવ્ય ફંક્સન બાદ હવે લોકો તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.