ફિલ્મો બનાવવી એ પૈસા કમાવાવ અને લોકપ્રિયતા મેળવવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે પરંતુ તે બહુ જ ખર્ચાળ પણ છે તો શું તમે જાણો છો કે ફિલ્મો બનાવવા વાળા કેવી રીતે લાખો કરોડો રૂપિયા કમાતા હોય છે.
ફિલ્મ બનાવવી એ ખર્ચાળ બાબત છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફિલ્મોવાળા આટલા બધા પૈસા કેવી રીતે કમાય છે? ફક્ત ટિકિટના વેચાણ પરથી જ નહિ, ફિલ્મો ઘણી બધી રીતે કમાણી કરે છે. આજે આપણે આ રીતો વિશે ઊંડાણપૂર્વક જાણીશું.
1. ઓટિટી રાઈટ્સ:
આજકાલ, ઘણી ફિલ્મો ઓટિટી પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે. Netflix, Amazon Prime Video, Disney+ Hotstar જેવી સેવાઓ ફિલ્મોને સ્ટ્રીમ કરવાના અધિકારો ખરીદે છે. ફિલ્મો બનાવનાર આ પ્લેટફોર્મને ખૂબ મોંઘા ભાવમાં પોતાની ફિલ્મો વેંચતા હોય છે, ખાસ કરીને જો ફિલ્મ લોકપ્રિય હોય.
2. મ્યુઝિક રાઈટ્સ:
ફિલ્મોમાં ગીતો અને સંગીત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગીતોના રાઇટ્સ ઘણીવાર મોટા પૈસામાં વેચાય છે, ખાસ કરીને જો તે લોકપ્રિય હોય ત્યારે
3. થિયેટર દ્વારા:
જ્યારે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય છે, ત્યારે થિયેટર દરેક ટિકિટ વેચાણ પર કમિશન રાખે છે. આ ફિલ્મના નિર્માતાઓ માટે આવકનો મુખ્ય સ્ત્રોત હોય છે.
4. મર્ચેડાઈઝ:
ફિલ્મો ઘણીવાર પોતાના બ્રાન્ડેડ મર્ચેડાઈઝ જેમ કે ટી-શર્ટ, કપ, રમકડાં, બેગ વગેરે વેચે છે. આ ઘણી બધી કમાણી કરી શકે છે, ખાસ કરીને જો ફિલ્મ બાળકોમાં લોકપ્રિય હોય ત્યારે
5. સ્પોન્સર:
ઘણીવાર, કંપનીઓ ફિલ્મમાં પોતાના બ્રાન્ડને દર્શાવવા માટે પૈસા ચૂકવે છે. આને “પ્રોડક્ટ પ્લેસમેન્ટ” કહેવાય છે. જેમાં ફિલ્મમાં જ કોઈ કંપનીની જાહેરાત કરવામાં આવે ઉદાહરણ તરીકે, ફિલ્મમાં કોઈ પાત્ર કોઈ ચોક્કસ કંપનીનું પીણું પીવે, કોઈ કંપનીના બોર્ડ લાગેલા જોવા મળે વગેરે…
6. વિદેશી અધિકારો:
ઘણીવાર, ફિલ્મોના વિદેશી દેશોમાં વિતરણના અધિકારો વેચવામાં આવે છે. આ ફિલ્મના નિર્માતાઓ માટે વધુ આવક લાવી શકે છે.
7. ટેલિવિઝન પ્રસારણ:
જ્યારે ફિલ્મ ટેલિવિઝન પર પ્રસારિત થાય છે, ત્યારે ટેલિવિઝન ચેનલો ફિલ્મ દર્શાવવા માટે ખૂબ પૈસા ચૂકવે છે.