ઉનાળાની ઋતુમાં શરીરમાં ડીહાઈડ્રેશનથી બચવા માટે પુષ્કળ પાણી પીવાની સાથે નાળિયેર પીવું ખૂબ જ જરૂરી છે. ઉનાળામાં પ્રવાહી ખોરાક અવશ્ય લેવો. તેનાથી શરીર હાઇડ્રેટ રહે છે.
હીટ સ્ટ્રોકથી બચવા માટે નારિયેળ પાણી ચોક્કસ પીવો. જેના કારણે શરીરમાં પૂરતી એનર્જી અને મિનરલ્સનું સંતુલન રહે છે.તમે ઉનાળામાં ગમે ત્યારે નાળિયેર પાણી પી શકો છો. તમે સવારે ખાલી પેટ પણ નાળિયેર પાણી પી શકો છો અને કસરત કર્યા પછી પણ પી શકો છો. જેથી ઉર્જા તમારા શરીરમાં રહે.
નાળિયેર પાણીમાં લોરિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ચયાપચયને ઝડપી બનાવે છે.
નાળિયેર પાણી પીવાથી વજન પણ ઝડપથી ઘટે છે. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે અને જે લોકો ડિહાઈડ્રેશનથી બચવા માંગતા હોઈ તેને પણ નાળિયેર પાણી પીવું જોઈએ.
નાળિયેર પાણી વધુ પડતું ખાવાનું ટાળવામાં પણ મદદ મળે છે. તેનાથી બ્લોટિંગની સમસ્યા ઓછી થાય છે અને બીપી કંટ્રોલમાં રહે છે અને તેનાથી ચિંતાની સમસ્યા પણ ઓછી થાય છે.