22 જાન્યુઆરીએ સમગ્ર ભારત દેશ તેમજ વિદેશમાં વસતા શ્રદ્ધાળુઓએ પણ વર્ષોના વનવાસ પછી આખરે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું સ્વાગત કર્યું. મંદિરમાં રોજ અનેક શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. પરંતુ હજુ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું નથી. શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય નવેમ્બર 2024 સુધી પૂર્ણ કરવા માટેનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. તેને માટે રાતભર કાર્ય પ્રગતિ ચાલુ જ છે.
રામ મંદિરમાં કુલ પાંચ દ્વાર બનાવવામાં આવ્યા છે. જેમાંથી ત્રણનું બાંધકામ પૂર્ણ થયું છે. હવે કામદારો બે ગેટ બનાવવાની કામગીરીમાં વ્યસ્ત છે. મંદિરની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કમિટીના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ દાવો કર્યો છે કે જે સ્તર પર કામ ચાલી રહ્યું છે તે મુજબ નવેમ્બર સુધીમાં મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જશે. બાંધકામનો સૌથી મુશ્કેલ ભાગ દિવાલ બાંધકામ છે. પરંતુ આશા છે કે આ પણ નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે.
સતત ચાલી રહ્યું છે કામ
શ્રી રામ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પછી મંદિરમાં સતત નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. મંદિરએ આવવાવાળા શ્રદ્ધાલુઓને કોઈ પરેશાની ન થાય તેના માટે મુખ્ય કામો રાત્રીના સમયમાં ચાલી રહ્યા છે. મંદિરના નિર્માણમાં કારીગરોની સંખ્યા વચ્ચે ઓછી કરી હતી. પરંતુ હવે કાર્યમાં ઝડપી ગતિ માટે ફરી મજદૂરોની સંખ્યા વધારવામાં આવી છે, ખૂબ પ્રયાસ ચાલી રહ્યો છે કે નવેમ્બર સુધીમાં મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જાય.
લોકોની સારસંભાળ માટે શરૂ કરવામાં આવી છે આ સેવાઓ
મંદિરમાં આવતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં મીની આઈ.સી.યુ. બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પેસેન્જર સર્વિસ સેન્ટરમાં પણ ઓપીડી શરૂ કરવામાં આવી છે. અહીં આવતા દર્દીઓને હોમિયોપેથી, એલોપેથી અને આયુર્વેદ ઉપરાંત ત્રણેય પદ્ધતિથી સારવાર આપવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે આ સારવારની સુવિધા માત્ર શ્રદ્ધાળુઓને જ નહીં પરંતુ નજીકના સ્થાનિકો પણ અહીં તેમની સારવાર કરાવી શકશે.