આંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી ગુજરાતમાં ચક્રવાતી વાવાઝોડુ તબાહી મચાવી શકે છે !
ગુજરાતમાં થોડા દિવસો પહેલા જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું પરંતુ હાલમાં દરેક જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો તેનાથી પરેશાન જોવા મળી રહ્યા છે પરંતુ હાલમાં મળતી માહિતી અનુસાર થોડા દિવસોમાં જ વરસાદ તેમજ વાવાઝોડુ આવી શકે છે.
ચોમાસા પહેલા વધુ એક વાવાઝોડાનો ખતરો. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં 26 મેથી 4 જૂન વચ્ચે ભારે ચક્રવાત સર્જાશે. જેની સ્પીડ 120 કિમી હોવાની શક્યતા છે. જેની અસર ગુજરાતમાં જોવા મળશે અને 26મી મેથી 4 જૂન દરમિયાન ગુજરાતમાં રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. અંબાલાલ પટેલે ચક્રવાતની અસરને કારણે ભારે વરસાદને કારણે પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પૂરનો ભય વ્યક્ત કર્યો છે. આંદામાન નિકોબાર ટાપુઓમાં ચોમાસું 24મી મેથી શરૂ થશે. જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. જો આ ચક્રવાત ઓમાનને પાર નહીં કરે તો તેની અસર દેશના પશ્ચિમ કાંઠાના ભાગો, દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે અને વરસાદ પડશે. રાજ્યમાં 26 મેથી પવનની ઝડપ વધશે. અને રાજ્યના ઘણા ભાગોમાં 40 થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં 14 થી 28 જૂન વચ્ચે નિયમિત ચોમાસું શરૂ થશે.