આજના ડિજિટલ યુગમાં, ઘણા લોકો ઘરે બેઠા પૈસા કમાવવાના નવા નવા રસ્તા શોધી રહ્યા છે. યૂટ્યૂબ એ આજના સમયે પૈસા કમાવવાનું એક ખુબ જ લોકપ્રિય માધ્યમ બની ગયું છે. જો તમારી પાસે કોઈ ખાસ કુશળતા, શોખ, અથવા જ્ઞાન હોય, તો યૂટ્યૂબ પર વિડિઓ બનાવીને તમે તેનો ઉપયોગ કરીને પૈસા કમાઈ શકો છો. જેથી એક પૈસા કમાવવાનો નવો માર્ગ તમે તમારા અભ્યાસ, ઘરકામ અથવા નોકરીની સાથેસાથે પણ યૂટ્યૂબ દ્વારા શરી કરી શકો છો

તો ચાલો, આજે આપણે યૂટ્યૂબ પર વિડિઓ મૂકીને પૈસા કમાવવાની રીતો શીખીએ:-

Making money from YouTube is now easier! Here's what it takes | by Tolga  Çapacı | Medium

1. યોગ્ય વિષય પસંદ કરો:

સૌ પ્રથમ, તમારે એક એવો વિષય પસંદ કરવાની જરૂર છે જેના પર તમે વિડિઓ બનાવવા માંગો છો. ખાતરી કરો કે તમે જે વિષય પસંદ કરો છો તેમાં તમને રસ હોય અને તેના વિશે તમારી પાસે પુષ્કળ જ્ઞાન હોય. ધ્યાનમાં રાખો કે તમારો પસંદ કરેલ વિષય લોકોમાં પણ રસ હોવો જોઈએ.

2. ઉચ્ચ ગુણવત્તાવાળી વિડિઓ બનાવો:

તમારી વિડિઓ ઉચ્ચ ગુણવત્તાવાળી હોવી જરૂરી છે કારણ કે અત્યારે યૂટ્યૂબ પર દિવસના હજારો વિડિઓ પોસ્ટ થતા હોય છે અને લોકો તમારો વિડિઓ શા માટે જુએ તેનું કારણ હોવું જોઈએ એટલે કે તમારો વીડિઓમાં સ્પષ્ટ અવાજ, યોગ્ય બેકગ્રાઉન્ડ મ્યુઝિક, સારી વિડિઓ એડિટિંગ, હાઈ ક્વોલિટી અને સર્વશ્રેષ્ઠ કન્ટેન્ટ હોવો જરૂરી છે જેથી લોકો આપના વિડિઓ વારંવાર જુએ.

3. નિયમિતપણે વિડિઓ અપલોડ કરો:

હાલના કોઈ સફળ યૂટ્યૂબરને તમે કહેતા જોયા હશે કે તેમની સફળતાનું રાઝ એ છે કે તે નિયમિત વિડિઓ ઉપલોડ કરતા જો તમે ઇચ્છો કે લોકો તમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરે અને તમારી વિડિઓ જુએ, તો નિયમિતપણે નવી વિડિઓ અપલોડ કરવી ખુબ જ જરૂરી છે. ઓછામાં ઓછા દર અઠવાડિયે એક અથવા બે નવી વિડિઓ અપલોડ કરવાનો લક્ષ્ય રાખો.

4. SEO નો ઉપયોગ કરો:

તમારો વિડિઓ નવા લોકો સુધી પહોંચે તે માટે તમારા કન્ટેન્ટ સબંધિત યોગ્ય અને ટ્રેન્ડિંગ ટાઈટલ, ટેગ્સ, ડિસ્ક્રિપ્શન રાખવું અતિઆવશ્યક છે.

5.પૈસા કેવી રીતે મળશે:

જ્યારે તમારા ચેનલ પર 1,000 સબ્સ્ક્રાઇબર્સ અને 4,000 કલાકોનો વોચ ટાઈમ પૂરો થાય, ત્યારે તમે યૂટ્યૂબ પાર્ટનર પ્રોગ્રામમાં જોડાઈ શકો છો. જેનાથી તમારા વીડિઓની વચ્ચે આવતી જાહેરાતોના તમને પૈસા મળશે. તમને કેટલા પૈસા મળશે તે તમારા વિડીઓના વ્યુવઝ અને કન્ટેન્ટ પર નિર્ભર કરે છે