લોકસભા ચૂંટણી 2024નું પરિણામ સૌની સામે આવી ચૂક્યું છે. પરિણામ તો એવું આવ્યું છે કે બીજેપી અને કોંગ્રેસમાંથી ના કોઈ ખુશ થયું કે ન કોઈ દુઃખી થયું, પરંતુ બીજેપીને આ વખતે પણ બહુમતી મળી છે વિપક્ષની બધી જ પાર્ટીઓને મળેલ સીટોનો સરવાળો કરવામાં આવે છતાં બીજેપીનો આંકડો ઊંચો રહેશે. તો ચાલો જાણીએ ક્યાં રાજ્યમાં કઈ પાર્ટીનો પલળો ભરી રહ્યો અને કોણ ક્યાં ક્યાં શાસન કરશે
– અંદમાનની એકમાત્ર બેઠક ભાજપે જીતી હતી
– દિલ્હીની તમામ 7 સીટો પર બીજેપીની જીત થઈ છે
– આંધ્ર પ્રદેશમાં લોકસભાની 25 બેઠકો છે. તેમાંથી ટીડીપીએ 16 બેઠકો, વાયએસઆરસીપીએ 4, ભાજપે 3 અને જનસેનાએ 2 બેઠકો જીતી હતી.
– અરુણાચલ પ્રદેશની 2 બેઠકો ભાજપના ખાતામાં ગઈ.
– આસામમાં ભાજપના ખાતામાં 9, કોંગ્રેસના ખાતામાં 3, UPPLના ખાતામાં 1 અને AGPના ખાતામાં 1 બેઠક આવી.
– બિહારમાં લોકસભાની 40 બેઠકો છે. જેમાંથી જેડીયુને 12, ભાજપે 12, એલજેપી (રામ વિલાસ પાસવાન) 5, આરજેડી 4, કોંગ્રેસ 3, સીપીઆઈ (એમએલ) (એલ) 2, અપક્ષ 1 અને જીતન રામ માંઝીએ 1 બેઠક જીતી હતી.
– ચંદીગઢ સીટ કોંગ્રેસે જીતી
– છત્તીસગઢમાં ભાજપે 10 અને કોંગ્રેસે 1 સીટ જીતી છે.
– દાદરા અને નગર હવેલીમાં ભાજપે 1 અને અપક્ષને 1 બેઠક મળી હતી.
– ગોવામાં લોકસભાની 2 બેઠકો છે, જેમાંથી ભાજપે 1 અને કોંગ્રેસે 1 પર જીત મેળવી છે.
– ગુજરાતમાં ભાજપે 25 અને કોંગ્રેસે 1 બેઠક જીતી છે.
– હરિયાણાની 10 લોકસભા સીટોમાંથી કોંગ્રેસે 5 અને ભાજપે 5 સીટો જીતી છે.
– હિમાચલ પ્રદેશની તમામ 4 બેઠકો ભાજપે જીતી લીધી છે.
– જમ્મુ-કાશ્મીરમાં ભાજપે 2 બેઠકો અને NCએ 2 બેઠકો જીતી હતી. અપક્ષે 1 સીટ જીતી છે.
– ઝારખંડમાં લોકસભાની 14 બેઠકો છે. તેમાંથી 8 પર ભાજપ, 3 પર JMM, 2 પર કોંગ્રેસ અને 1 પર AJSUP જીતી હતી.
– કર્ણાટકમાં લોકસભાની 28 બેઠકો છે. તેમાંથી ભાજપે 17, કોંગ્રેસને 9 અને જેડીએસને 2 બેઠકો મળી હતી.
– કેરળની 20 લોકસભા બેઠકોમાંથી, કોંગ્રેસે 14, IUML 2, CPI(M) 1, RSP 1, BJP 1 અને KEC 1 પર જીત મેળવી છે.
– લદ્દાખમાં અપક્ષ ઉમેદવારની જીત.
– લક્ષદ્વીપમાં કોંગ્રેસની જીત થઈ છે.
– મધ્યપ્રદેશમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે. અહીં ભાજપે તમામ 29 બેઠકો જીતી હતી.
– મહારાષ્ટ્રમાં કોંગ્રેસે 13, ભાજપને 9, શિવસેના (UBT) ને 9, શરદ પવારની NCPને 8, એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાને 7, અજિત પવારની NCPને 1 અને – અપક્ષને 1 બેઠક મળી હતી.
– કોંગ્રેસે મણિપુરની 2 લોકસભા બેઠકો જીતી છે.
– મેઘાલયમાં લોકસભાની 2 બેઠકો છે. અહીં વોઈસ ઓફ પીપલ પાર્ટીએ 1 સીટ અને કોંગ્રેસે 1 સીટ જીતી છે.
– જેપીએમે મિઝોરમની 1 લોકસભા સીટ જીતી છે.
– નાગાલેન્ડમાં 1 સીટ કોંગ્રેસના ખાતામાં ગઈ છે.
– ઓડિશામાં ભાજપે 20 અને કોંગ્રેસે 1 સીટ જીતી છે.
– કોંગ્રેસે પુડુચેરીમાં એકમાત્ર લોકસભા સીટ જીતી હતી.
– પંજાબમાં કોંગ્રેસને 7, AAPને 3, શિરોમણી અકાલી દળને 1 અને અપક્ષને 2 જીત મળી છે.
– રાજસ્થાનમાં ભાજપે 14, કોંગ્રેસને 8, CPI(M) 1, RLTP 1 અને ભારત આદિવાસી પાર્ટીએ 1 બેઠક જીતી છે.
– સિક્કિમે 1 લોકસભા સીટ જીતી હતી અને સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ જીત મેળવી હતી.
– તમિલનાડુમાં, ડીએમકેએ 22 બેઠકો, સીપીઆઈ 2, સીપીઆઈ (એમ) 2, એમડીએમકે 1, વીસીકે 1 અને કોંગ્રેસને 9 બેઠકો નોંધાવી હતી.
– તેલંગાણામાં ભાજપને 8, કોંગ્રેસને 8 અને AIMIMને 1 સીટ મળી છે.
– ત્રિપુરામાં 2 લોકસભા બેઠકો છે અને તે તમામ ભાજપે જીતી છે.
– ઉત્તર પ્રદેશની વાત કરીએ તો, સપાને 37, ભાજપને 33, કોંગ્રેસે 6, આરએલડીએ 2, આઝાદ સમાજ પાર્ટીને 1 અને અપના દળ (સોનીલાલ)ને 1 બેઠક જીતી છે.
– ઉત્તરાખંડમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે. તેણે તમામ 5 બેઠકો જીતી લીધી છે.
– પશ્ચિમ બંગાળમાં લોકસભાની 42 બેઠકો છે. તેમાંથી ટીએમસીને 29, ભાજપે 12 અને કોંગ્રેસે 1 સીટ જીતી છે.