આપણે જાણીએ છે કે, ગુજરાતી ફિલ્મોમાં એવા ઘણા કલાકારો છે, જેઓ બૉલીવુડમાં સક્રિય છે પરંતુ આજે આપણે એવા અભિનેત્રીની વાત કરવાની છે, જેઓ ગુજરાતી હોવા છતાં પણ એક પણ ગુજરાતી ફિલ્મોમાં તેમને અભીનય નથી કર્યો પરંતુ હવે ઘણા વર્ષો પછી તેઓ ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા માટે તૈયાર છે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અભિનેત્રી રત્ના પાઠક-શાહ આગામી ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં જોવા મળશે. આ જાહેરાત ફિલ્મના મેકર્સ દ્વારા કરવામાં આવી છે. વિરલ શાહ કચ્છ એક્સપ્રેસના ડાયરેક્ટર છે. રત્ના પાઠક-શાહ પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં માનસી પારેખ, દર્શિલ સફારી અને ધર્મેન્દ્ર ગોહિલ મહત્વની ભૂમિકામાં છે.
‘સારાભાઈ Vs સારાભાઈ’, ‘ગોલમાલ 3’, ‘કપૂર એન્ડ સન્સ’, ‘ખૂબસુરત’ જેવી હિન્દી ફિલ્મો જેવી અનેક હિન્દી ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકેલી રત્નાએ કહ્યું, ‘હું ઘણા સમયથી ગુજરાતી ફિલ્મમાં કામ કરવા માગતી હતી. , પરંતુ કોઈ રસપ્રદ રોલ મળ્યો નથી. આખરે મને ‘કચ્છ એક્સપ્રેસ’ની સ્ક્રિપ્ટ ગમી. રત્ના પાઠક-શાહ છેલ્લે રણવીર સિંહ સ્ટારર ‘જયેશભાઈ જોરદાર’માં જોવા મળ્યા હતા.રત્ના પાઠક શાહના પ્રખ્યાત અભિનેતા નસીરુદ્દીન શાહ સાથે લગ્ન થયા. તેઓ બલદેવ અને દીના પાઠકની દીકરી છે અને અભિનેત્રી સુપ્રિયા પાઠક તેમની બહેન છે.