માણસ કઈ રીતે મોક્ષની પ્રાપ્તિ કરી સકે છે..જાણો શ્રી કૃષ્ણ એ શું કહ્યું છે
દરેક વ્યક્તિને મોક્ષ મેળવવાની કામના હોય છે, પરંતુ કઈ રીતે મોક્ષ મળે છે, તે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં આ પ્રમાણે કહ્યું છે.
तबुद्धयस्तदात्मानस्तन्निष्ठास्तत्परायणाः ।
गच्छन्त्यपुनरावृत्तिं ज्ञाननिर्धेतकल्मषाः ।
જેમનાં મન, બુદ્ધિ, નિષ્ઠા અને દૃઢ આશ્રય ભગવાનને વિશે સ્થિર થયાં છે તેમના બધાં પાપ પૂર્ણ જ્ઞાન વડે ધોવાઈ જાય છે અને મોક્ષ પામે છે. ( અધ્યાય પાંચમો, શ્લોક ૧૭ )
દરેક માણસ જાણીજોઈને કે ભૂલથી પાપતો કરે જ છે, આ વાત આપને બધા ને ખબર છે પણ શ્રી કૃષ્ણે ગીતામાં કીધુછે કે,
ब्रह्मण्याधाय कर्माणि सगं त्यक्त्वा करोति यः ।
लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ।
જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે, એ માણસ જળથી કમળનાં પાંદડાંની પેઠે પાપથી લેપાતો નથી. ( અધ્યાય પાંચમો, શ્લોક ૧૦ )
શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે,
कस्यचित्पापं न चैव सुकृतं विभुः ।
अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ।
સર્વવ્યાપી ભગવાન ન તો કોઈના ખરાબ કર્મ ગ્રહણ કરે છે કે ન કોઈના સારાકર્મને; પણ અજ્ઞાનતા ની હિસાબે જ્ઞાન ઢંકાયેલું રહી જાઇ છે, એના લીધે બધા અજ્ઞાની માણસો મોહપામે છે. (અધ્યાય, શ્લોક ૧૫ )