તમે એવી કેટલીક ચીજનો ડાયટમાં સામેલ કરી શકો છો જે તમારું પેટ ભરેલું રાખે છે અને સાથે જ વજન પણ વધવા દેતી નથી. કહેવાય છે કે ખાન પાન તમારા વજનને પ્રભાવિત કરે છે અને સાથે વજન ઘટાડે છે અને વધારે છે. તેના કારણે તેના ડાયટનું મહત્ત્વ વધારે વધી જાય છે. તે લો કેલેરી કૂડ્સ સવાર સાંજ ખાવા અને તે પરફેક્ટ રહે છે. તો જાણો કઈ ચીજો છે જેને ખાવાથી તમારું વજન વધશે નહીં. તમે તેને બેફિકર થઈને ખાઈ શકો છો.
આ કૂડ્સ ઘટાડશે તમારું વજન
ઓટ્સ
ફાઈબરથી ભરપૂર ઓટ્સ લોકો નાસ્તામાં ઉપયોગમાં લે છે. આ લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ રહે છે અને સાચે જ પેટ ભરેલું પણ રહે છે. ઓટમીલ અને ઓટ બ્રાનનું સેવન પણ કરી શકાય છે. તેના મફિન પણ બનાવી શકાય છે અને બ્લુબેરીઝની સાથે પણ ખાઈ શકાય છે.
દહીં
લાઈટ લો ફેટ દહીં પણ એક સારો સોર્સ છે. તેમાં તાજા ફળ કે અળસીના બીજ મિક્સ કરવાથી પણ હેલ્થ પર સારી અસર જોવા મળે છે. ભૂખ લાગે તો તમે દહીંનું સેવન મન ભરીને કરી શકો છો અને સાથે તમારું વજન વધવાનો ડર પણ રહેશે નહીં.
બીજ
ટેટી, કોળું અને સૂરજમૂખીના બીજ એન્ટી ઓક્સીડન્ટ્સ, ડાયટ્રી ફાઇબર, વિટામિન અને ખનીજથી ભરપૂર હોય છે. તેમાં મળનારા પ્લાન્ટ બેસ્ડ પ્રોટીન વજન ઘટાડવામાં મદદ કરે છે. તેના સિવાય ઇમ્યુનિટી અને મેટાબોલિઝમ સારું કરવા માટે પણ તેને ઉપયોગમાં લેવાય છે.
દૂધી
વજન ઘટાડવાના ડાયટમાં દૂધીને સામેલ કરી શકાય છે. તેમાં આયર્ન, વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ, ઝિંક, મેગ્નેશિયમ અને કેલ્શિયમનું પ્રમાણ સારુ હોય છે. તેનું સેવન પણ ભરપેટ કરી શકાય છે અને વજનમાં વધારો થવાનું ટેન્શન પણ લેવાનું રહેશે નહીં.
પોપકોર્ન
હેલ્થી સ્નેક્સની વાત કરીએ તો પોપકોર્નમાં સૌથી વધારે ફાઇબર હોય છે. તેમાં કેલેરી ઓછી હોય છે. તમે તેને ખાઇને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનું અનુભવો છો. માનવામાં આવે છે કે પોપકોર્ન સૌથી વધારે હેલ્થી હોય છે