અંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21મી જૂને ઉજવાય છે. 2014માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પરથી આ દિવસને માન્યતા મળી. આ દિવસ યોગના ફાયદાઓ વિશે જાગૃતતા ફેલાવવાનું ઉદ્દેશ રાખે છે. યોગ સ્વાસ્થ્ય, સંતુલન, અને શાંતિ માટે મહત્ત્વનો છે. 21મી જૂને વિશ્વભરમાં લોકો યોગાભ્યાસ કરે છે અને આ દિવસે યોગના વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. ચાલો આજે આપણે યોગ શું છે અને તેનું મહત્વ શું છે તેના વિષે જાણીયે…
યોગ શું છે ?
યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે – જોડ અને બીજો છે સમાધિ. યોગએ પ્રાચીન ભારતીય પ્રણાલી છે જે શરીર, મન અને આત્માનું સંતુલન સાધે છે. તે વિવિધ આસનો, પ્રાણાયામ , અને ધ્યાનનો સમાવેશ કરે છે. યોગ શરીરને મજબૂત અને લવચીક બનાવે છે, આરોગ્યમાં સુધારો કરે છે અને તણાવ ઘટાડે છે. દૈનિક યોગ અભ્યાસથી મનની શાંતિ, વધુ ઊર્જા, અને સારું આરોગ્ય પ્રાપ્ત થાય છે, જે મનુષ્યને વધુ સુખી અને તંદુરસ્ત જીવન જીવવામાં મદદ કરે છે.
યોગનું આધ્યાત્મિક મહત્વ:
આધ્યાત્મિક દ્રષ્ટિએ યોગ અભ્યાસ માનવ જીવનને સભ્ય બનાવે છે. માનવ શરીરમાં રહેલા પંચવાયુ, પંચતત્વ, પંચકોષ તથા ઉર્જા ચક્રો પર સકારાત્મક અસર જોવા મળે છે. સાથે સાથે તેનું શારીરિક લચીલાપણું અને ભાવો તથા વર્તન વ્યવહારમાં સમત્વ જોવા મળે છે.
યોગ અભ્યાસ નિરંતર કરવાથી માનવીમાં તેની ચેતન અવસ્થામાં પરિવર્તન જોવા મળે છે. તેના જીવનમાં નવી કલા અને કૌશલ્યોનો વિકાસ થાય છે. સમાજમાં યોગ અભ્યાસનું આગવું મહત્વ છે. સમાજને નવી દિશામાં લઇ જવા માટે યોગ એક સૂર્ય સમાન છે.
યોગમાં વિવિધ આસનોનો મહત્વનો ભાગ છે. આ આસનોને દૈનિક જીવનમાં સામેલ કરવાથી શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય છે.
- તડાસન: આ આસન શરીરને સીધું અને મજબૂત રાખે છે. રક્ત સંચાલન સુધારે છે અને સંભાળને વધુ મજબૂત બનાવે છે.
- વૃક્ષાસન: આ આસન એકાગ્રતા અને સંતુલન વધારવામાં મદદ કરે છે. તે મનને શાંત રાખે છે અને પગની મજબૂતી વધે છે.
- ભુજંગાસન: આ આસન પીઠની પેશીઓ મજબૂત બનાવે છે. તે મણકાની લવચીકતા વધારવામાં અને શરીરના હિસ્સામાં રક્તપ્રવાહ સુધારવામાં મદદ કરે છે.
- શવાસન: આ આસન સમગ્ર શરીરને આરામ આપે છે. તણાવ ઘટાડે છે અને મનને શાંતિ મળે છે.
- સુર્ય નમસ્કાર: આ તમામ યોગાસનોનું સંયોજન છે. શરીરને સારું વર્મ અપ મળે છે અને શરીરના દરેક ભાગની કસરત થાય છે.
Gam no choro | Gujarati news | Divya Bhaskar | Gujarat smachar | Gujarati news | Gujarat