સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દ્રશ્ય દિલ્હી મેટ્રોનું છે, જ્યાં મહિલા અધિકારી સહિત પોલીસકર્મીઓ મહિલા કોચમાં મુસાફરી કરતા પુરુષોને બહાર કાઢતા અને થપ્પડ મારતા દેખાય છે.

ક્લિપમાં, મેટ્રો સ્ટેશન પર આવતી ટ્રેનના મહિલા કોચમાંથી પુરુષોને બહાર કાઢતી અને પિટતી પોલીસ જોવા મળે છે. લખનઉના મનોજ શર્માએ આ વીડિયો X પર શેર કરીને તેને દિલ્હી મેટ્રોનો દાવો કર્યો છે.

આ ઘટનાએ ઈન્ટરનેટ પર ચર્ચા જગાવી છે. કેટલાક લોકોએ દિલ્હી પોલીસની પ્રશંસા કરી છે, તો કેટલાક લોકોએ શારીરિક હિંસાનો ઉપયોગ કરવાને લઈને સવાલ ઉઠાવ્યા છે. લોકોનું માનવું છે કે પુરુષોની આવી પ્રવૃત્તિથી મહિલા કોચમાં અસુવિધા અને અસુરક્ષા થાય છે, તો બીજા લોકોનું કહેવું છે કે હિંસા નો ઉપયોગ ખોટો છે અને પોલીસની છબીને નુકસાન પહોંચાડી શકે છે.

viral video | Delhi metro | Gujrati news | Gam no choro | Gujarati news | Divvy Bhaskar | Gujarat shmachar | Gujarati news | Gujarati story | Gujarati short stories | Gujarat news | Gujarat