મેચમાં વારંવાર વરસાદ આવ્યો, અને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ બાંગ્લાદેશને 19 ઓવરમાં 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બાંગ્લાદેશ 17.5 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ થઈ ગયું. લિટન દાસે 49 બોલમાં અણનમ 54 રન બનાવ્યા, પરંતુ અન્ય બેટ્સમેનોએ તેમને સાથ આપ્યો નહીં. અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાન અને નવીન ઉલ હકે 4-4 વિકેટ લીધી. ફઝલહક ફારૂકી અને ગુલબદ્દીન નાયબે 1-1 વિકેટ લીધી.

અફઘાનિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ (43) અને ઈબ્રાહિમ ઝદરાન (18)ના યોગદાનથી 20 ઓવરમાં 5 વિકેટે 115 રન બનાવ્યા. રાશિદ ખાને છેલ્લી ઓવરોમાં 10 બોલમાં 19 રન બનાવ્યા.
બાંગ્લાદેશ તરફથી રિશાદ હુસૈને 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ લીધી. તસ્કીન અહેમદ અને મુસ્તાફિઝુર રહેમાને 1-1 વિકેટ લીધી.
T20 world cup | cricket news | daily updates | Gam no choro | Gujarati news | Gujarati news | Gujarati story | gujarati short stories | gujarat news | Gujarat