T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેડ હોગે એક આશ્ચર્યજનક ભવિષ્યવાણી કરી છે. હોગે દાવો કર્યો છે કે આ વર્ષે દક્ષિણ આફ્રિકા વર્લ્ડ કપ જીતી શકે છે.

હોગે સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, “મને લાગે છે કે આ વખતે દક્ષિણ આફ્રિકા બાજી મારશે. તેમની પાસે ઘણી મજબૂત ટીમ છે. મારું માનવું છે કે જો દક્ષિણ આફ્રિકા નીડર થઈને સેમિફાઇનલના પડકારને પાર કરી લેશે, તો આ ટીમ ફાઇનલ જીતીને વિશ્વ ચેમ્પિયન બનશે. તેમની પાસે શાનદાર કોમ્બિનેશન છે, આક્રમકતા છે અને તમામ ખેલાડીઓ વિનમ્ર પણ છે. મને એડન માર્કરમનો કૅપ્ટન તરીકે પસંદગી છે, જે ધીરજ સાથે સચોટ નિર્ણય લે છે. ટીમને માત્ર નીડર થઈને પરિસ્થિતિઓ સાથે તાલમેલ બેસાડીને ક્રિકેટ રમવું પડશે.”

ટૂર્નામેન્ટની પહેલી સેમિફાઇનલ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાવાની છે. આફ્રિકન ટીમ માટે આ ત્રીજો પ્રસંગ છે જ્યારે તેઓ ટી20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી છે. અગાઉ 2009 અને 2014માં તેઓ સેમિફાઇનલમાં પહોંચ્યા હતા. એડન માર્કરમની કૅપ્ટનશીપ હેઠળ, દક્ષિણ આફ્રિકા 2024ના વર્લ્ડ કપમાં અત્યાર સુધી અજય રહી છે.

બીજી બાજુ, અફઘાનિસ્તાની ટીમ પણ સારી લયમાં છે. રાશિદ ખાનની કૅપ્ટનશીપ હેઠળ, તેમણે ગ્રુપ સ્ટેજમાં ન્યૂઝીલેન્ડને 84 રને હરાવી અને સુપર 8 સ્ટેજમાં ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. ત્યાર બાદ બાંગ્લાદેશને 8 રને હરાવતું સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો.

દક્ષિણ આફ્રિકા માટે આફઘાનિસ્તાનનો પડકાર સહેલો નહીં હોય, પરંતુ બ્રેડ હોગે આફ્રિકન ટીમની મજબૂતી અને કૅપ્ટન એડન માર્કરમના નેતૃત્વને ધ્યાનમાં રાખીને આ ચેમ્પિયન બનવાનો દાવો કર્યો છે.

cricket world cup | Australia | South Africa | England | India | Gam no choro | Gujarati news | gujarati short stories | Gujarat news | Gujarat