અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 5 જૂને બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ગયા હતા. તેઓની 13 જૂને પૃથ્વી પર પરત ફરવાની યોજના હતી, પરંતુ સ્ટારલાઇનર રોકેટમાં લીકેજને કારણે તેમના પરત આવવાની તારીખો વારંવાર લંબાવવી પડી રહી છે.

બોઇંગ મિશનને શરૂઆતથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મિશનની ફ્લાઇટ ઘણા વખત મોકૂફ રાખવી પડી હતી અને અંતે 6 જૂન 2024ના રોજ ISS પર પહોંચી. જો કે, પાછા વળતા સમયે, 9 જૂને પરત આવવું નક્કી થયું, જે પછી 18 જૂન અને ત્યારબાદ 22 જૂન સુધી લંબાવાયું. 26 જૂને પણ પરત આવવું શક્ય ન થતાં, નાસાએ હવે જણાવ્યું છે કે બંને અવકાશયાત્રીના પરત આવવામાં વધુ સમય લાગી શકે છે.

નાસાએ નિવેદન આપ્યું કે, “બન્ને અવકાશયાત્રીઓ કોઈ જોખમમાં નથી અને તેમની સુરક્ષા અંગે ચિંતાનો કોઈ કારણ નથી.”

બીજી બાજુ, બોઇંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અવકાશયાનમાં થ્રસ્ટર નિષ્ફળતા અને વાલ્વ લીક થવા જેવી કેટલીક તકનીકી સમસ્યાઓ હતી અને તેને ઠીક કરવા માટે વિલિયમ્સ અને વિલ્મોરનું પરત આવવું મોકૂફ રાખવું પડ્યું છે.”

આ ખરાબ સંજોગો વચ્ચે, ઘણા લોકો ભારતીય મૂળની અન્ય અવકાશયાત્રી કલ્પના ચાવલાને યાદ કરી રહ્યા છે, જેમણે ISSમાંથી પરત ફરતી વખતે અકસ્માતનો સામનો કર્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું.

બોઇંગના સ્ટારલાઇનર મિશનને 45 દિવસ સુધી કામ કરવા માટે બનાવવામાં આવ્યું છે, અને 18 દિવસ પહેલાથી વીતી ચૂક્યા છે. બોઇંગનું સ્ટારલાઇનર 5 જૂનના રોજ રાત્રે 8:22 વાગ્યે ફ્લોરિડાના કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ULAના એટલાસ વી રોકેટ પર લોન્ચ થયું હતું અને 6 જૂનના રોજ રાત્રે 11:03 વાગ્યે ISS પર પહોંચ્યું હતું. નાસા અને બોઇંગ ટુકડી આગામી થોડા દિવસોમાં સ્ટારલાઇનરના તમામ તકલીફો દૂર કરીને વિલિયમ્સ અને વિલ્મોરને સલામત પૃથ્વી પર પરત લાવવા માટે પ્રયત્નશીલ છે.

space | NASA | news | latest updates | space craft | Gam no choro | Gujarati news | Gujarat