અનંતરાધિકા વેડિંગઃ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ કાર્ડની એક ઝલક પણ સામે આવી છે. અનંતરાધિકાના લગ્નના કાર્ડમાં ચાંદીનું મંદિર અને મહેમાનો માટે સોનાની મૂર્તિઓ જોવા મળી છે.

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે ફેરા લેવા માટે તૈયાર છે. લગ્ન પહેલા, અનંત અને અંબાણી પરિવારે લગ્નના કાર્ડનું વિતરણ શરૂ કરી દીધું છે. હાલમાં જ નીતા અંબાણી પોતાના પુત્રના લગ્નમાં બાબા વિશ્વનાથને આમંત્રણ આપવા કાશી પહોંચી હતી. હવે અનંતરાધિકાના લગ્નના કાર્ડની એક ઝલક પણ સામે આવી છે.

અનંત અંબાણીરાધિકા મર્ચન્ટના લગ્નનું કાર્ડ સ્મૃતિ રાકેશે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યું હતું. અનંતરાધિકાના લગ્નના કાર્ડમાં મહેમાનો માટે ખાસ ભેટ પણ હતી. લાલ બોક્સમાં ચાંદીનું મંદિર હતું જેમાં ભગવાન ગણપતિ, રાધાકૃષ્ણ અને દેવી દુર્ગાની સોનાની મૂર્તિઓ હતી. આ કાર્ડ સાથે ચાંદીની પેટી પણ હતી.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું કાર્ડ ભક્તિ અને પરંપરાથી ભરેલું હતું. શેર કરેલા વિડિયોમાં બોક્સ ખોલતાની સાથે જ હિન્દી મંત્રો વાગી રહ્યા છે અને કાર્ડમાં અલગઅલગ કાર્યોની માહિતી પણ છે. આ સિવાય લગ્નના કાર્ડમાં એક રૂમાલ પણ જોવા મળ્યો હતો જેના પર અનંતરાધિકાના નામની પહેલા અક્ષય ‘A’ અને ‘R’ લખેલું હતું.

તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ગયા વર્ષે સગાઈ કરી હતી. માર્ચ મહિનામાં, ગુજરાતના જામનગરમાં તેમના ભવ્ય પ્રીવેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી, કપલના બીજા પ્રીવેડિંગ 29 મેથી 2 જૂન સુધી ક્રુઝ પર થયા. બંને પ્રીવેડિંગ ફંક્શનમાં ફિલ્મ જગત ઉપરાંત દેશવિદેશની જાણીતી હસ્તીઓએ પણ ભાગ લીધો હતો. હવે અનંતરાધિકા 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

Anant Ambani’s wedding card | Ambani’s wedding | news | latest updates | Anant Radhika | Gam no choro | Gujarati news | Gujarati story | Gujarati short stories | Gujarat news | Gujarat