કહેવાય છે કે કળયુગના અંતે ભગવાન વિષ્ણુ કલ્કિ અવતાર ધારણ કરશે અને દુષ્ટોનો નાશ કરીને સતયુગની શરૂઆત કરશે. શ્રીમદ ભગવતના 12મા સ્કંધના બીજા અધ્યાય અને સ્કંદ પુરાણમાં કલ્કિ અવતારનું વર્ણન છે.

હિન્દૂ ધર્મમાં કલ્કી અવતાર વિશે વર્ણન જોવા મળે છે. કહેવામાં આવ્યું છે કે, ભગવાન વિષ્ણુનો કળયુગમાં અંતિમ અવતાર કલ્કિના રૂપમાં હશે. વૈદિક વિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિભાગના અધ્યક્ષ ડૉ. મૃત્યુંજય તિવારી જણાવે છે કે, શ્રીમદ્ભાગવદના 12માં સ્કંધના બીજા અધ્યાયમાં કલ્કી અવતાર વિશે વર્ણન જોવા મળે છે. કહેવામાં આવે છે કે, કળિયુગનો અંત કરવા માટે ભગવાન કલ્કીનો અવતાર લેશે અને દુષ્ટોનો નાશ કરશે. ત્યારબાદથી જ સતયુગનો પ્રારંભ થઇ જશે. સ્કંદ પુરાણમાં પણ કલ્કીના અવતાર વિશે જણાવવામાં આવ્યું છે. ભગવાન કલ્કિનો જન્મ કળિયુગના છેલ્લા ચરણમાં થશે. કલયુગ 4 ચરણમાં વેહેંચાયેલું છે. એટલે કે હજી ભગવાન કલ્કિના જન્મમાં લાખો વર્ષોની વાર છે. ઉત્તરપ્રદેશના સંભલમાં કલ્કીધામનું નિર્માણ થઇ રહ્યું છે. ત્યારે અહીં ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર વિશે 7 મહત્વની વાતો જણાવવામાં આવી છે.

કલ્કિ અવતારની મહત્વની વાતો:

શ્રીમદ્ભાગવદ અનુસાર, ભગવાન કલ્કિનો જન્મ ભારતના ઉત્તરપ્રદેશના સંભલ ગામમાં થશે. સંભલના બ્રાહ્મણ વિષ્ણુયશના ઘરે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર જન્મ લેશે. વિષ્ણુયશ ઉદાર અને ભક્તિભાવનાથી યુક્ત વ્યક્તિ હશે.

ભગવાન કલ્કિના અવતારનું વર્ણન કરતી વખતે જણાવાયું છે કે, તેઓ ઝડપી દોડતા સફેદ ઘોડા દેવદત્ત પર સવાર થઈને તલવારથી દુષ્ટોનો સંહાર કરશે અને ધર્મની રક્ષા કરશે.

વધુમાં જણાવાયું છે કે, ભગવાન કલ્કીના રોમ રોમથી અતુલનીય તેજની કિરણો ચમકતી હશે. તેઓ ઘોડા પર સવાર થઈને સંપૂર્ણ પૃથ્વીનું ભ્રમણ કરશે. તેઓ બધા જ દૈવી ગુણોથી સંપન્ન હશે.

તેઓ રાજાના વેશમાં છુપાયેલા અત્યાચારીઓનું દમન કરશે. તેઓ ધર્મ અને સજ્જનતાનો ઢોંગ કરતા દુષ્ટોનો અંત લાવશે.

જ્યારે તેઓ પૃથ્વીના બધા જ દુષ્ટોનો સંહાર કરી દેશે, તો ત્યાં લોકોના હૃદય પવિત્ર અને નિર્મલ થઇ જશે. તે લોકોના હૃદયમાં ભગવાન વાસુદેવ વિરાજમાન થશે.

જ્યારે ભગવાન કલ્કી અવતાર લેશે, ત્યારે જ સત્યુગનો પ્રારંભ થઇ જશે અને તે સમયના બધા જ જીવ સત્ય ગુણથી ભરાઈ જશે.

પુષ્ય નક્ષત્રના પ્રથમ પળમાં જ્યારે સૂર્ય, ચંદ્રમા અને બૃહસ્પતિ એક જ સમયે એકસાથે એક રાશિ પર આવી જશે, તે સમયે સત્યુગનો પ્રારંભ થઇ જશે.

Kalki avatar | Hindu dharma | Hinduism | Gujarat