અમેરિકાના કેલિફોર્નિયામાં ટેસ્લા કારના ગંભીર અકસ્માતમાં કાર 7 વખત પલટી ગઈ હતી. છતાં, ડ્રાઈવર અને કારમાં હાજર અન્ય 3 લોકોને ફક્ત સામાન્ય ઈજાઓ જ થઈ. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં મહિલા ડ્રાઈવર અને અન્ય વ્યક્તિને ફોન પર મદદ માંગતા જોવા મળે છે.

KTLA ન્યૂઝ અનુસાર, ડ્રાઈવર ખૂબ તેજ ગતિએ કાર ચલાવી રહ્યો હતો, જે આ અકસ્માતનું કારણ બન્યું. નેત્રસાક્ષીઓના મતે, કારની ઝડપ લગભગ 161 કિમી/કલાક હતી. આ દરમ્યાન, કાર 6 વાહનો સાથે અથડાઈ, જેના કારણે અન્ય કાર પણ પલટી ગઈ.

લાલ બત્તી પર રાહ જોઈ રહેલા સાક્ષીએ કહ્યું, “તે કાર મારી બાજુમાં ટકરાઈ. હું કેવી રીતે બચી ગયો, તે મને ખબર નથી.” નજીકમાં કામ કરતા કર્મચારીએ જણાવ્યું કે ટકરાના સમયે ટાયરનો અવાજ સાંભળ્યો હતો અને તેણે પોતે આ ક્રેશ જોયો હતો, જે ખૂબ જ ડરામણો હતો.

ઘટનાસ્થળે પહોચેલા પ્રથમ વ્યક્તિએ તરત જ મહિલા ડ્રાઈવરને બહાર કાઢી અને તેને હોસ્પિટલ લઈ ગયા. મહિલાને ગંભીર ઈજા નથી થઈ. પોલીસને શંકા છે કે ડ્રાઈવર દારૂ કે ડ્રગ્સના નશામાં હતી અને તે હાલ આ મામલે તપાસ કરી રહી છે.

ટેસ્લાના માલિક એલોન મસ્કે આ વીડિયો ફરીથી શેર કર્યો અને લખ્યું કે, “લોકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.” આ કાર ટેસ્લાની ઇલેક્ટ્રિક એસયુવી હતી. સોશિયલ મીડિયા પર લોકો ટેસ્લા કારના સિક્યોરિટી ફીચર્સનાં વખાણ કરી રહ્યાં છે.

વીડિયો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે ટેસ્લા કાર ઈંધણ પર નથી ચાલતી, તેથી તે 100 ગણી સુરક્ષિત છે. ટેસ્લા કારની ટોપ સ્પીડ 249 કિમી/કલાક છે, અને અન્ય એક યુઝરે તેને વિશ્વની સૌથી સુરક્ષિત કાર ગણાવી હતી.

Tesla viral video | Elon mask | viral video | Gam no choro | Gujarati news | Gujarat news | Gujarat