છેલ્લાં 33 વર્ષથી ભડલી વાક્ય, આકાશી કશ તેમજ વનસ્પતિની હિલચાલને ધ્યાને લઇ આગાહીકાર રમણીક વામજા વરસાદની આગાહી કરે છે. તેમણે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અંગે આગાહી કરી છે. સાથે જ ક્યાં–કેટલો વરસાદ પડશે, તે અંગે પણ આગાહી કરી છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, ક્યારે આગામી દિવસોમાં ચોમાસાની ચાલ કેવી રહેશે અને ક્યાં–કેવો વરસાદ પડશે? તે જાણવું પણ અગત્યનું છે. આવામાં છેલ્લાં 33 વર્ષથી ભડલી વાક્ય, આકાશી કશ તેમજ વનસ્પતિની હિલચાલને ધ્યાને લઇ આગાહીકાર રમણીક વામજા વરસાદની આગાહી કરે છે. તેમણે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અંગે આગાહી કરી છે. સાથે જ ક્યાં–કેટલો વરસાદ પડશે, તે અંગે પણ આગાહી કરી છે.
આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી કરી છે. જે અનુસાર, આગામી દિવસોમાં વરસાદ ભુક્કા કાઢશે, રમણીક વામજાએ જણાવ્યું કે, જુલાઈમાં 2થી 10 ઈંચ વરસાદ ખાબકશે. મોટાભાગના ડેમ ઓવરફ્લો થશે. ચંદ્ર ફરતે કુંડાળું જોવા મળતા સારા વરસાદના સંકેત મળ્યા છે. સાતમ–આઠમમાં પણ શ્રીકાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગાહીકાર રમણી વામજાએ કહ્યું કે, જૂલાઈમાં સૌરાષ્ટ્રના ડેમ ઓવરફ્લો થશે. પાછોતરો વરસાદ પણ સારો થશે. પવન અને ગરમીનું જોર વધશે.
આ વર્ષે નવરાત્રીમાં વરસાદ પડશે અને શીતળા નક્ષત્રમાં સારો વરસાદ થશે. જ્યારે 55થી 60 ઈંચ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત ભાદર સહિત સૌરાષ્ટ્રના ડેમ છલકાશે, નર્મદા ડેમ પણ ઓવરફ્લો થશે, તેવી આગાહી કરી છે.
આ સાથે જ તેમણે જણાવ્યું કે, 7 જુલાઈ સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં 2થી 10 ઈંચ વરસાદ થશે. સૌરાષ્ટ્રના નદી–નાળા છલકાશે.
monsoon season | weather update | Gam no choro | Gujarati news | Gujarati story | Gujarati short stories | Gujarat news | Gujarat