RBIએ સંભવિત સાયબર એટેકને કારણે બેંકોને સુરક્ષા વધારવા માટે કહ્યું છે. RBIએ મોટાભાગની શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોને આ ખતરાને લઈને સતર્ક રહેવા ચેતવણી આપી છે. આ ઉપરાંત, આ હુમલામાં, બેંકોએ RTGS, NEFT અને UPI સિસ્ટમ પર સૌથી વધુ સતર્ક રહેવું પડશે. તમને જણાવી દઈએ કે નાણાકીય સંસ્થાઓ પરના 69% સાયબર એટેક શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો દ્વારા કરવામાં આવ્યા છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સંભવિત સાયબર એટેકની જાહેરાત બાદ ભારતભરની બેંકો હાઈ એલર્ટ પર છે. બેંકોને તેમની SWIFT, કાર્ડ નેટવર્ક, RTGS, NEFT અને UPI જેવી સિસ્ટમ પર સતત દેખરેખ રાખવા માટે કહેવામાં આવ્યું છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.

RBI દ્વારા નાણાકીય સંસ્થાઓને જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે સંભવિત સાયબર એટેક અંગે મળેલી વિશ્વસનીય બાતમીઓને ધ્યાનમાં રાખીને, નિયંત્રિત સંસ્થાઓને આ જોખમો સામે રક્ષણ આપવા માટે દેખરેખ અને સ્થિતિસ્થાપકતા ક્ષમતાઓને અપગ્રેડ કરવાની સલાહ આપવામાં આવે છે. એડવાઈઝરીમાં, બેંકોને જોખમોને ઓળખવા અને નિવારક પગલાંને સઘન બનાવવા માટે સર્વેલન્સ ક્ષમતા વધારવા માટે કહેવામાં આવ્યું છે.

RBIએ આ એલર્ટ એવા સમયે જારી કર્યું છે જ્યારે તાજેતરની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેણે ભારતીય બેંક ખાતાધારકોને જોખમ અંગે ચેતવણી આપી છે. રિઝર્વ બેંકે 24 જૂનના રોજ એડવાઈઝરી જારી કરી હતી અને તે જ દિવસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે LulzSec નામનું હેકર જૂથ ભારતીય બેંકોને નિશાન બનાવવા જઈ રહ્યું છે. LulzSec ભૂતકાળમાં ઘણા હાઇ-પ્રોફાઇલ સાયબર એટેક માટે જવાબદાર છે. RBI ના નાણાકીય સ્થિરતા અહેવાલ મુજબ, નાણાકીય ક્ષેત્રે છેલ્લા 20 વર્ષમાં 20,000 થી વધુ સાયબર એટેક નોંધાયા છે, જેના પરિણામે 2000 કારોડનું નુકસાન થયું છે.

લિંક્સ પર ક્લિક કરવાથી હુમલાનો શિકાર બને છે :

ડેટા સિક્યોરિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ડિસેમ્બર 2023ના રિપોર્ટ અનુસાર, ભારતમાં આવા 25% એટેક ઈમેલ અને વેબસાઈટમાં દૂષિત લિંક પર ક્લિક કરવાથી થાય છે. નાણાકીય સંસ્થાઓ પરના 69% સાયબર એટેક શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો (SCBs), 19% અર્બન કો-ઓપરેટિવ બેંકો અને 12% નોન-બેંકિંગ ફાયનાન્સ કંપનીઓ (NBFCs) દ્વારા નોંધાયા હતા.

બેંકોએ તેમના ગ્રાહકોની સુરક્ષા માટે શું કર્યું? :

આ કારણોસર, બેંકોએ ગયા વર્ષની સરખામણીમાં 2023-24માં તેમના વીમા કવચમાં લગભગ 8 ટકાનો વધારો કર્યો છે. બિઝનેસ સ્ટાન્ડર્ડે ઈન્સ્યોરન્સ બ્રોકર્સને ટાંકીને જણાવ્યું હતું કે બેન્કો દ્વારા સાયબર ઈન્સ્યોરન્સ ક્લેઈમ ગત વર્ષે 40 ટકાની સરખામણીએ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 50 ટકાથી વધુ વધ્યો છે.

#RBI #cyberattack #cybercrime #cybersecurity #Banks # Bankofindia #statebankofindia #hdfc #icici #indianews #gujaratinews #khaskhabar #janvajevu #ajabgajab

gam no choro | Gujarati news | Divya Bhaskar | Gujarat samachar | Jamaat | Jalsa karo jentilal | jalso | Gujarati story | Gujarati jokes | Gujarat ni history | gujarati varta | gujarati funny jokes | gujarati inspirational story | gujarati love stories | gujarati moral stories | gujarati short stories | gujarati varta story | jokes gujarati funny | love story gujrati | Gujarati news | Gujarat| BAPS Hindu Mandir, Abu Dhabi | gujarat news | sarangpur hanuman | Gujarati cinema | Film | mumbai samachar | dwarka | stay in us | stay in uk