ભારતમાં દરેક જગ્યાએ ગાય અને ભેંસ બંનેનું દૂધ પીવામાં આવે છે. જો કે બંનેના અલગ અલગ ફાયદા છે. અને દૂધ વર્ષોથી ભારતીય ઘરોનો એક મહત્વનો ભાગ છે અને તેને પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ હજુ બધા દૂધ તો પીવે છે પણ તેના ફાયદા વિષે હજુ પણ ઘણા લોકો જાણતા નથી.
જો તમે પણ ગાયના દૂધના ફાયદાથી અજાણ છો તો ચાલો આપણે બધા જાણીએ ગાયનું દૂધ તંદુરસ્ત આહારનો એક ભાગ કેવી રીતે છે ? અને તમારે દૂધનો ટબ ભરીને પીવાનું નથી, દિવસમાં માત્ર 1 ગ્લાસ પીવાથી તમને અદ્ભુત સ્વાસ્થ્યમાં લાભ થઈ શકે છે, તો આવો જાણીયે દરરોજ 1 ગ્લાસ ગાયનું દૂધ પીવાના ફાયદાઓ વિશે.
પ્રોટીનથી ભરપૂર : દૂધ પોતે જ એક આખો ખોરાક છે કારણ કે તેમાં ઘણા પોષક તત્વો રહેલા હોય છે. અને ખાસ કરીને પ્રોટીન પણ રહેલું હોય છે જે મોટાભાગના લોકોને પર્યાપ્ત માત્રામાં મળી શકતું નથી. પરંતુ દરરોજ 1 ગ્લાસ ગાયનું દૂધ પીવાથી તેને મેળવી શકો છો. શાકાહારીઓ માટે પહેલો પ્રોટીનનો એકમાત્ર સારો સ્ત્રોત દૂધ છે. અને સોયા સિવાય દાળથી મેળવેલ પ્રોટીન દ્રિતીય વર્ગનું પ્રોટીન મનાય છે.
કેલ્શિયમ : દૂધ અને ડેરી પ્રોડક્ટ કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. અને કેલ્શિયમ એ બાળકો માટે મહત્વપૂર્ણ પોષક તત્વ ગણાય છે જે તેમના હાડકાના વિકાસ માટે ખુબજ જરૂરી છે. તે પુખ્ત વયના લોકો માટે પણ વધારે ફાયદાકારક છે તેમાં ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન અને તે દાંતના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ રહે છે કારણ કે તે દાંતના પોલાણ સામે કુદરતી રક્ષણ પૂરું પાડે છે.
ચરબીનું પ્રમાણ ઓછું : ગાયના દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ બંને ભરપૂર માત્રામાં મળી રહે છે. પરંતુ તેના અંદર કેલરી, ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. એટલા માટે જ ભેંસના દૂધની તુલનામાં ગાયનું દૂધ વજન નિયંત્રણ માટે ખૂબ સારું માનવામાં આવતું હોય છે. જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહયા છો તો દરરોજ 1 ગ્લાસ ગાયનું દૂધ પીવાનું ભૂલતા નઈ.
વિટામિન્સ : ગાયનું દૂધ પણ વિટામિન A અને D વિટામિન્સનો સૌથી ઉત્તમ સ્ત્રોત છે. અને આ દૂધ દરેક ઉંમરના લોકો માટે જરૂરી તમામ પોષક તત્વો પુરા પાડે છે. ગાયના દૂધમાંથી બનેલું ઘી પણ ભોજનમાં સૌથી સ્વાદિષ્ટ વસ્તુઓમાંથી એક ગણાય છે. પુલાવ કે જલેબીમાંથી જે સુગંધ અને સ્વાદ આવે છે તે પણ ગાયના ઘીની હોય છે અને દિવસમાં ઘીની 1 ચમચી સ્વાસ્થ્યપ્રદ આહારનો એક ભાગ બની શકે છે.