• 1લી જુલાઈથી MNPના નિયમો બદલાશે. TRAIએ સિમ સ્વેપ ફ્રોડને રોકવા માટે સિમ કાર્ડની ચોરી અથવા નુકસાનના કિસ્સામાં લોકિંગ પિરિયડ સાત દિવસ સુધી લંબાવ્યો છે. મતલબ કે હવે તમને તરત જ સિમ નહીં મળે, તમારે સાત દિવસ રાહ જોવી પડશે.

જુલાઈમાં તમારો મોબાઈલ રિચાર્જ કરવા માટે તમારે વધુ પૈસા ચૂકવવા પડશે. કારણ કે રિલાયન્સ જિયો, વોડાફોનઆઈડિયા અને એરટેલે તેમના ટેરિફમાં વધારો કર્યો છે.

દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ LPG સિલિન્ડર અને ATFના ભાવમાં ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં 1લી જુલાઈથી તમને ગેસ સિલિન્ડરમાં પણ રાહત મળી શકે છે.

ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ માટે નવા નિયમો 1 જુલાઈથી અમલમાં આવશે. આમાં તમામ બેંકોએ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ક્રેડિટ કાર્ડ પેમેન્ટની પ્રક્રિયા કરવાની રહેશે. જોકે, બેંકોએ હજુ સુધી આ સૂચનાઓનું પાલન કર્યું નથી. અત્યાર સુધી માત્ર 8 બેંકોએ BBPS પર બિલ પેમેન્ટ એક્ટિવેટ કર્યું છે.

જો તમારું પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે અને તમે લાંબા સમયથી તેનો ઉપયોગ કર્યો નથી, તો તે 1 જુલાઈથી કામ કરશે નહીં. બેંકે તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે 30 એપ્રિલ 2024 સુધીમાં ૩ વષથી વધુ સમયથી ઉપયોગમાં લેવાતા ખાતા હવે એક મહિનાની અંદર બંધ કરી દેવામાં આવશે.

MNP rule change |SIM card theft prevention | SIM swap fraud | TRAI new rules | SIM card tariff increase | LPG cylinder price change | ATF price update | Bharat Bill Payment System (BBPS) | Credit card bill payment rules | Punjab National Bank account closure | July 2024 banking updates | Gam no choro | Gujarati news | Gujarat news | Gujarat