ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટું દાણચોરીનું કૌભાંડ પર્દાફાશ થયું છે. કસ્ટમ વિભાગને ગુપ્તચર વિભાગ પાસેથી માહિતી મળી હતી કે, એરપોર્ટ પર સોનાની દાણચોરી થઈ રહી છે. તપાસ દરમિયાન કસ્ટમ વિભાગે 167 કરોડ રૂપિયાના 267 કિલો સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો.
આ કૌભાંડમાં ચેન્નઈ એરપોર્ટ પર આવેલી એક દુકાનના માલિક મોહમ્મદ સાબિર અલી અને તેના 7 કર્મચારીઓનો હાથ હતો. સાબિર અલીએ આ દુકાન શ્રીલંકાની ગેંગને મદદ કરવા માટે ખોલી હતી. આ દુકાન ખોલવા માટે સાબિરને અબુધાબીથી 70 લાખ રૂપિયાની આર્થિક મદદ મળી હતી.
સાબિર અલી, 29 વર્ષનો યુટ્યુબર, જેની ‘શોપિંગબોય્સ‘ નામની ચેનલ છે, તેને આ ગેંગે સોનાની દાણચોરી માટે સંપર્ક કર્યો હતો. સાબિરને વેપારનો કોઈ અનુભવ ન હોવા છતાં, તેને સિન્ડિકેટ દ્વારા મળેલા પૈસાથી એરપોર્ટ પર દુકાન ખોલવાની સલાહ અપાઈ. સૂત્રોએ તપાસને ટાંકીને જણાવ્યું હતું કે સાબિર અલીને છૂટક વેપારનો કોઈ અનુભવ ન હતો. પરંતુ, તેણે અબુ ધામીમાં શ્રીલંકાના માધ્યમથી સિન્ડિકેટ દ્વારા આપવામાં આવેલા પૈસાથી એરપોર્ટ પર દુકાન ખરીદી હતી. કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર, એરહબમાં સાબિર અલી અને તેના કર્મચારીઓએ છેલ્લા બે મહિનામાં લગભગ 3 કરોડ રૂપિયાનું કમિશન મેળવ્યું હતું.
એરપોર્ટ અધિકારીએ જણાવ્યું કે, સર્ચ દરમિયાન વિભાગના અધિકારીઓએ દુકાનના માલિક પાસેથી સોનાના ત્રણ બંડલ જપ્ત કર્યા. તેને આ પ્રતિબંધિત વસ્તુ શ્રીલંકાના પ્રવાસી પાસેથી મળી હતી. નિવેદન અનુસાર, આ લોકોએ બે મહિનામાં 167 કરોડ રૂપિયાના 267 કિલોગ્રામ સોનાની દાણચોરી કરી હતી. સોનું સોંપનાર શ્રીલંકાના નાગરિક, એરહબ શોપના માલિક અને તેના કર્મચારીની ધરપકડ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
Chennai airport | airport news | Gam no choro | Gujarati news | Gujarati story | Gujarati short stories | Gujarat news | Gujarat