ગુજરાત સરકારના સ્માર્ટ સિટી દાવાઓ ચોમાસામાં પડતી કચાશથી પરખાઇ જાય છે. ચોમાસા દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાય છે અને ખાડા પડી જાય છે, જે વિકાસના દાવાને ખોટા સાબિત કરે છે. આ સ્થિતિમાં જાગૃત નાગરિકોએ અનોખી રીતે સરકાર સામે રોષ વ્યક્ત કરવાનો પ્રારંભ કર્યો છે.

ગુજરાતના અનેક નાગરિકો ખાડાઓમાં ભાજપના ઝંડા લહેરાવીને વિરોધ દર્શાવી રહ્યા છે. ખાડાઓ ગુજરાતના કોઇપણ શહેર કે ગામને બાકાત નથી રાખતા. લાખો રૂપિયાનો ટેક્સ ચુકવવા છતાં લોકો આ પ્રકારના ખાડાઓનો સામનો કરી રહ્યા છે. સરકાર સ્માર્ટ સિટી બણાવવાનો બોંબ મારતી રહે છે, પણ જ્યારે ચોમાસું આવે છે ત્યારે ગુજરાત મોડલ ખુલ્લું પડી જાય છે.

આ સ્થિતિને કારણે ગુજરાતની જનતા હવે ખુલ્લેઆમ વિરોધ કરી રહી છે. ગુજરાતના અનેક શહેરોમાં વ્યાપેલા ખાડાઓ સામે લોકો વિરોધ દર્શાવી રહ્યા છે. લોકો ખાડાઓમાં ભાજપના કમળ ખીલવીને અને ઝંડા લગાવીને વિરોધ કરી રહ્યા છે.

હાલમાં જ ગાંધીનગરમાં સ્થાનિક નાગરિકોએ ભ્રષ્ટાચારના ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવીને વિરોધ કર્યો હતો. સ્થાનિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે ગાંધીનગરને આ હાલતમાં કોણે લાવ્યું? આનો જવાબ છે ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ અને ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરો.

જ્યાંજ્યાં રસ્તાઓ પર ખાડા પડેલા છે, ત્યાંત્યાં લોકો ભાજપના ઝંડા લગાવીને વિરોધ કરી રહ્યા છે. તેમ છતાં, તંત્ર પર આ વિરોધનો કોઈ અસર પડતી નથી એવી ફરિયાદો કરવામાં આવી રહી છે.

BJP | BJP government | anger against the government | Gujrati people | mega city | Gam no choro | Gujarati news | Gujarati story | Gujarat news | Gujarat