દિલ્હીમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં લોકો ફરવાનું ચોક્કસ પસંદ કરે છે. લાલ કિલ્લો પણ આવી જ જગ્યાઓ પૈકીની એક જગ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ ઐતિહાસિક કિલ્લાનું સાચું નામ શું છે? તેમે શું આજ સુધી મોટાભાગના લોકો તેનું સાચુ નામ જાણતા નથી.
દિલ્હીની યમુના નદીના કિનારે મુઘલ બાદશાહ શાહજહાં દ્વારા 1648માં લાલ કિલ્લો બંધાવવામાં આવ્યો હતો. આ કિલ્લો લાલ રેતીના પથ્થરથી બનેલો છે, જેના કારણે તેનું નામ લાલ કિલ્લો પડી ગયું છે. આ કિલ્લો મુઘલ સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
લાલ કિલ્લાનું અસલી નામ ‘કિલા–એ–મુબારક’ છે, જેનો અર્થ ‘ભાગ્યશાળી કિલ્લો’ છે. મુઘલ કાળ દરમિયાન તે આ નામથી જાણીતો હતો. શાહજહાંએ તેની નવી રાજધાની શાહજહાનાબાદમાં તેની સ્થાપના કરી હતી. કિલા–એ–મુબારકની અંદર ઘણી મહત્વપૂર્ણ ઇમારતો છે, જેમ કે દીવાન–એ–આમ, દીવાન–એ–ખાસ, મોતી મસ્જિદ અને રંગ મહેલનો સમાવેશ થાય છે.
લાલ કિલ્લો માત્ર મુઘલ કાળના સ્થાપત્યનું એક અજોડ ઉદાહરણ નથી, પરંતુ તે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહત્વપૂર્ણ સ્થળ તરીકે પણ જાણીતું છે. 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ અહીંથી દેશની આઝાદીની જાહેરાત કરી હતી. ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે 15મી ઓગસ્ટે વડાપ્રધાન લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરે છે.
લાલ કિલ્લો લગભગ 255 એકરમાં ફેલાયેલો છે. તેની દિવાલો 2.4 કિલોમીટર લાંબી છે. કિલ્લાના મુખ્ય પ્રવેશદ્વાર લાહોરી ગેટ અને દિલ્હી ગેટ છે. રંગ મહેલ, નહર–એ–બહિશ્ત અને હયાત બક્ષ બાગ તેની સુંદરતામાં વધુ વધારો કરે છે.
આજે લાલ કિલ્લો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સુરક્ષિત એક મુખ્ય પ્રવાસન સ્થળ છે. તે માત્ર ભારતીયો માટે જ નહીં પરંતુ વિશ્વભરના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. લાલ કિલ્લાની અંદર એક મ્યુઝિયમ પણ છે, જે મુઘલ કાળની વસ્તુઓ અને ઈતિહાસ દર્શાવે છે.
Red Fort | Delhi | Historical | Real name | Qila-e-Mubarak | Mughal architecture | Delhi Gate | Tourist destination | Museum | History | gam no choro | Gujarati news | Divya Bhaskar | Gujarat samachar | Jamaat | Jalsa karo jentilal | Jalsa | Gujarati story | Gujarati jokes | Gujarat ni history | gujarati varta | gujarati funny jokes | gujarati inspirational story | gujarati love stories | gujarati moral stories | gujarati short stories | gujarati varta story | jokes gujarati funny | love story gujarati | Gujarati news | Gujarat| BAPS Hindu Mandir, Abu Dhabi | Gujarat news | sarangpur hanuman | Gujarati cinema | Film | mumbai samachar | dwarka | stay in us | stay in uk | Gujarati Blog | Gujarati Thoughts/Ideas | Gujarati Literature | Gujarati Culture | Gujarati Photography | Gujarati Poetry | Gujarati Music | Gujarati Films/Movies | Gujarati Stories | Gujarati Health | Gujarati Recipes | Gujarati Technology | Gujarati Sports | Gujarati Universities | Gujarati Riddles