ગાજરનો પેક બનાવીને ત્વચા પર લગાડવાથી ત્વચા પરની કરચલીઓ દૂર થાય છે અને ત્વચામાં નિખાર આવે છે. આ શિયાળાની ઋતુમાં ડ્રાય સ્કિન સૌથી વધુ હેરાન કરે છે. અને સ્કિનની ડ્રાયનેસ ને કારણે ચહેરા પર ગ્લો જોવા મળતો નથી.
આ મોસમમાં તમારો ચહેરો ગમે તેટલો સુંદર હોય પરંતુ સ્કિનની ડ્રાયનેસને કારણે તે સુંદરતા દેખાતી નથી.

આ મોસમમાં પાણી ઓછું પીવાય છે તેમજ વધારે સમય તડકામાં રહેવાથી, નાહવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવાથી. સ્કિન પરનું નેચરલ ઓઇલ ઓછું થવા લાગે છે અને જેના કારણે ડ્રાયનેસ વધી જાય છે અને જેના પરીણામે ગ્લો ઓછો દેખાય છે.
શિયાળાની મોસમમાં માત્ર ડાયટિંગ ઉપર જ ધ્યાન ન આપવું જોઈએ પરંતુ તેના બદલે ફેસ પેકનો પણ એટલો જ ઉપયોગ કરવો જોઈએ.
સારી એવી સ્કિનની સંભાળ રાખવા માટે શિયાળાની ઋતુમાં મધ તેમજ ગાજરનો ઉપયોગ કરવો પણ ખુબ લાભદાયી સાબિત થાય છે.વધુ વાંચો
જો તમે ગાજરનું સેવન કરો છો તે તમારી તંદુરસ્તી જળવાઈ રહે છે તેમજ તમારા ચહેરા ઉપર પણ ખુબ જ ફાયદો થાય છે. ગાજરનો ફેસપેક તરીકે ઉપયોગ કરવાથી તમારી ચામડી ઉપરની કરચલી જોવા મળતી નથી અને તેમાં સુંદરતા આવે છે.
આ વસ્તુઓ તમારી ચામડી માટે હેલ્થી સાબિત થાય છે. ફાઈન લાઇન્સ અને રિંકલ્સથી છુટકારો મેળવવા માટે આ વસ્તુનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. ચાલો જોઈએ કે સ્કિનને વધુ સુંદર બનાવવા માટે આ ફેસપેકનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.વધુ વાંચો
જરૂરી સામગ્રી :
એક ચમચી દૂધ
એક ચમચી મધ
ગાજર
મધ અને ગાજરનું પેક બનાવની રીત :
આ ફેસપેક બનાવવા માટે એક બાઉલમાં ગાજરને ક્રશ કરી તેમાં એક ચમચી કાચું દૂધ અને એક ચમચી મધ ઉમેરી અને બરોબર મિક્સ કરી લો અને આ પેકને ચહેરા પર લાગવી લો જે તમારી સ્કિનને કુદરતી રીતે મોસ્ચ્યુરાઇઝ કરશે.
સ્કિન ઉપર કાચું દૂધ ક્લીનઝિંગ જેવું કામ કરશે અને ડ્રાયનેસ ને દૂર કરશે અને તમારા ચહેરા ઉપર નેચરલી ગ્લો લાવશે વધુ વાંચો