રાજ્યમાં આખરે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસમાં તાપમાનનો પારો ત્રણ ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે. ગુરુવારે 13 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે રહ્યું હતું. નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 8.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે ગાંધીનગરમાં 11.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભુજમાં તાપમાનનો પારો 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો જ્યારે અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં સાત ડિગ્રી ઘટીને 12.8 ડિગ્રી નોંધાયો હતો.

સૌથી ઠંડું તાપમાન મહુવામાં 13.1 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી રહ્યું છે. જ્યારે કેશોદમાં 13.4 ડિગ્રી, ડીસામાં 13.5 ડિગ્રી અને રાજકોટમાં 13.6 ડિગ્રીએ પારો પહોંચ્યો છે. અમરેલી અને દીવમાં તાપમાનનો પારો 14.5 ડિગ્રીએ પહોંચી ગયો છે. જ્યારે વલ્લભવિદ્યાનગર અને સુરેન્દ્રનગરમાં પારો 14.7 ડિગ્રીએ પહોંચી ગયો છે. પોરબંદરમાં 15.8 ડિગ્રી, દ્વારકામાં 16.9 ડિગ્રી, ભાવનગરમાં 17 ડિગ્રીએ પારો પહોંચ્યો છે. ઠંડીનો પારો દમણમાં 17.2 ડિગ્રી, વલસાડમાં 17.5 ડિગ્રી, સુરતમાં 17.8 ડિગ્રી અને વેરાવળમાં 18.5 ડિગ્રીએ પહોંચી ગયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.4 ડિગ્રી વધુ હતું. આમ આ વખતે ઉનાળો સામાન્ય કરતાં લાંબો હતો એટલે શિયાળો મોડો શરૂ થયો હતો. જો કે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. જાન્યુઆરીમાં ઉતરાણની આસપાસ ઠંડા પવનો પણ ફૂંકાય તેવી અપેક્ષા છે.


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
(no title)
ભાગવત અને માર્કંડેય પુરાણમાં વર્ણવેલ 20 કિલો સોનું ધરાવતું ગર્ભગૃહ, મા વિંધ્યવાસિની …
(no title)
ધર્મેન્દ્ર-હેમા લગ્નઃ હેમા માલિનીએ પરિવારની મરજી વિરુદ્ધ ધર્મેન્દ્ર સાથે કર્યા લગ્ન, જાણો …