ગિરનારના સાનિધ્યમાં ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાય છે, આ શુભ અવસર મહાશિવરાત્રી મેળા અને લીલી પરિક્રમા દરમિયાન આવે છે. આપણે જાણીએ છે કે, બારે માસ ગિરનારના સાનિધ્યમાં સાધુ-સંતો દ્વારા શ્રદ્ધાળુઓને પ્રેમથી ભોજન પ્રસાદ કરાવે છે પરંતુ મેળા દરમિયાન પણ સાધુ-સંતો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવિભક્તો માટે અન્ન ક્ષત્રે શરૂ કરવામાં આવે છે, અન્નક્ષત્રે એટલે માટે એક ભોજન કરવાનું સ્થાન નથી. વધુ વાંચો.
મેળામાં આવ્યાં અને અન્નક્ષત્રેમાં પ્રસાદ નથી લીધો તો મેળાનું પુણ્ય અધૂરું કહેવાય કારણ કે અન્નક્ષેત્રનો ભોજન પ્રસાદ આરોગવો એટલે જાણે સ્વયં ગિરનારી મહારાજ અને મહાદેવના હસ્તે જમ્યાની દિવ્ય અનુભૂતિ થાય છે. ખરેખર અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ દરેક શ્રદ્ધાળુઓએ લેવો જોઈએ. જો તમે આ વર્ષે મેળામાં જવાના હોય તો અન્નક્ષત્રેમાં જરૂરથી ભોજનપ્રસાદ લેજો.વધુ વાંચો.

ભવનાથના સાનિધ્યમાં પગ મુકતાની સાથે જ ડગલે ને પગલે હરિહરનો નાદ સંભાળશે એટલે કે અન્નકક્ષેત્રેમળી રહેશે. આ દરેક અન્નક્ષેત્રોમાં ભાવી ભક્તોને પ્રેમથી જમાડવામાં આવે છે, આ જમ્યા પછી મેળાનો થાક પણ નથી લાગતો અને ભવે-ભવનું એક સાથે જમી લીધું હોય એવો ઓડકાર આવશે. ગિરનારના સાનિધ્યમાં અનેક અન્નક્ષેત્ર આવેલા છે પરંતુ આપાગીગાનો ઓટલો ખૂબ જ વખણાય છે.વધુ વાંચો.
છેલ્લાં 6 વર્ષથી શિવરાત્રિના મેળામાં આવતાં ભાવિકોને ભોજન પ્રસાદ જમાડીને જઠરાગ્નિ શાંત કરવાનું ભગીરથ કાર્ય કરી રહેલ ‘આપગીગાનો ઓટલો’ અન્નક્ષેત્રમાં રોજે હજારોની સંખ્યામાં ભાવિકો ભોજન પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી રહ્યાં છે,ચોટીલાના મહંત પૂ.નરેન્દ્ર બાપુ દ્વારા આ અન્નક્ષત્રે ચલાવવામાં આવે છે.વધુ વાંચો.
આ અન્નક્ષેત્રમાં ભાવિભક્તોને શુદ્ધ ઘીમાંથી બનાવેલ મીઠાઇઓ અને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે, જેમાં બે-જાતની મીઠાઇ, રોટલી-રોટલા અને બે જાતના શાક, કઢી-ખિચડી, દાળભાત, સંભારો, છાસ અને ફરસાણ પીરસાવમાં આવે છે. દરેક સેવાભાવિ સેવકો દ્વારા શ્રદ્ધાળુઓને પ્રેમથી ભોજન પ્રસાદ કરાવવામાં આવે છે. આ અન્નક્ષત્રેની વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે, કે કોઈપણ પ્રકારની ભીડ વગર દરેક શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે છે. મહાશિવરાત્રિના મેળા દરમિયાન આપાગીગાના ઓટલાની મુલાકાત અચૂકપણે લેજો.વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.