ગીર સોમનાથ ખાતે મહાશિવરાત્રીના પાવન અવસરે સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. સવારથી જ ભોલેનાથના દર્શન માટે ભક્તોનો ધસારો રહ્યો હતો. તો સોમનાથ મંદિરને વિવિધ પ્રકારના રંગબેરંગી ફૂલોના દિવ્ય શણગારથી શણગારવામાં આવ્યું છે. સોમનાથ દાદાના મંદિરે સવારથી જ ભક્તોની આરતીનો લાભ લેવા ઉમટી પડયો હતો. મંદિરમાં ભક્તોની લાંબી કતારો સાથે ભારે ભીડ જોવા મળી હતી. વધુ વાંચો.

ભારતભરમાંથી લોકો દાદાના ચરણોમાં વંદન કરવા આવતા.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે સવારથી જ ભારતભરના દૂર-દૂરથી લોકો મોટી સંખ્યામાં સોમનાથ દાદાના ચરણોમાં માથું ટેકવતા જોવા મળે છે. જ્યારે સોમનાથ કિનારે માટીમાંથી વિવિધ પ્રકારના શિવલિંગ બનાવવામાં આવી રહ્યા છે.વધુ વાંચો.

રાત્રે ચાર વાગ્યાની મહાપૂજા

મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથમાં આજે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભોલેનાથના સાનિધ્યમાં અલૌકિક વાતાવરણ જોવા મળ્યું છે. જો કે આજે સોમનાથ મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે અને ચાર દિવસની મહાપૂજા અને મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.વધુ વાંચો.

સોમનાથ ટ્રસ્ટે મંદિરને ધ્વજવંદન કર્યું હતું

સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યું છે. સોમનાથમાં સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરને ધ્વજવંદન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આજે સવારથી જ ભાગેશ્વર પૂજા, બિલ્વ પૂજા સહિત લાખો ભક્તોએ પૂજામાં ભાગ લીધો હતો.વધુ વાંચો.

મંદિર 42 કલાક ખુલ્લું રહેશે

મહાશિવરાત્રિ પર ભોલેનાથના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટે અત્યારથી જ મહત્વનો નિર્ણય લીધો છે. આજે એટલે કે મહાશિવરાત્રી પર સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લું રહેશે.વધુ વાંચો.

19 ફેબ્રુઆરી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

આજે મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શન કરવા આવી રહ્યા છે. ચાર વાગ્યાથી મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જોકે હવે આ દરવાજા 42 કલાક ખુલ્લા રહેશે અને ચાર વાગ્યાની આરતી-મહાપૂજા નિર્ધારિત સમયે થશે. મહાશિવરાત્રીના મહામૃત્યુંજય યજ્ઞનો શિવભક્તો લાભ લઈ શકશે. મહાશિવરાત્રી નિમિત્તે ભોલેનાથના મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ 19 ફેબ્રુઆરી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.વધુ વાંચો.

ભક્તિ-ભજન-ભોજનનો ત્રિવેણી સંગમ

ભોલેનાથના સાનિધ્યમાં આજે જ્યોત પૂજન, ચાર પ્રહર વિશેષ પૂજન, પાલકી યાત્રા, આરતી સહિતના ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના ત્રિવેણી સંગમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રિ નિમિત્તે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોને કોઈ અગવડતા કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેની પણ ખાસ કાળજી રાખવામાં આવી છે. 2 હજારથી વધુ વાહનો પાર્ક કરવા માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.વધુ વાંચો.

વિજય રૂપાણી સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાશિવરાત્રી પર સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. દર્શને પહેલા મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ભારત વિશ્વ ગુરુ બનશે. લોકસભા ચૂંટણીને આડે 400 દિવસ બાકી છે, હું ફરી એકવાર લોકસભામાં 400 બેઠકો મેળવી નરેન્દ્ર મોદીની સરકાર બને તે માટે મહાદેવને પ્રાર્થના કરીશ.વધુ વાંચો.


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …