બ્રિટનમાં રહેતા એક કરોડપતિ અને નામચીન શખ્સે પોતાના જ બનાવેલા બંગલાને આગને હવાલે કરી દીધો. આના પાછળનું જે કારણ છે, તે જાણીને તમે શૉક્ડ થઈ જશો. કારણ કે સામાન્ય રીતે કોઈ આવું વિચારતું પણ નથી.
દુનિયામાં તમે એવા–એવા વ્યક્તિઓને મળ્યા હશો, જેમાંથી કોઈ દિલદાર હશે તો કોઈ શખ્સ ગમે તેવી પરિસ્થિતિને સારી રીતે હેન્ડલ કરતો હશો. તો કોઈ એવો હશે કે જે નાની–નાની વાતમાં આપો ખોઈ બેસતો હશે. આ સ્વભાવને અમીર–ગરીબ કે ભણેલા–અભણ સાથે દૂર દૂર સુધી કોઈ લેવાદેવા નથી. જરા વિચારો, જે વ્યક્તિએ પોતાના દમ પર કરોડોનો બંગલો બનાવ્યો હોય તે ક્યારેય તેને આગ ચાંપી શકે?
બ્રિટનમાં રહેતા એક કરોડપતિ અને નામચીન શખ્સે પોતાના જ બનાવેલા બંગલાને આગને હવાલે કરી દીધો. આના પાછળનું જે કારણ છે. તે જાણીને તમે શૉક્ડ થઈ જશો. કારણ કે સામાન્ય રીતે કોઈ આવું વિચારતું પણ નથી. ઑડિટી સેન્ટ્રલના રિપોર્ટ અનુસાર ગોલ્ફર ફ્રાન્સિસ મેકગિર્કે આ કાંડ કર્યો છે, તે પણ 50 વર્ષની ઉંમરમાં. આવું ગાંડપણભર્યું કામ કરવા પાછળનું કારણ પણ અંતરંગી જ હશે.
ફ્રાન્સિસ મેકગિર્કે (Francis McGuirk) એવા શખ્સ નથી કે જેમને કોઈ જાણતું નહીં હોય. તે જાણીતા ગોલ્ફર રહી ચૂક્યા છે અને કરોડપતિ પણ છે. તેમનો કેન્ટના સેન્ડવિચમાં એક આલીશાન બંગલો છે, જે સમુદ્ર કાંઠે આવેલો છે. તેમણે આ લક્ઝરી પ્રોપર્ટીને 25 જૂને પોતાના હાથે આગ લગાવી દીધી હતી. આ સમયે તેમનો ફેમિલી ડૉગ અંદર હતો. સદ્નસીબે પડોશીઓએ તાત્કાલિક ફાયર ફાયટરને બોલાવ્યા અને કૂતરાનો જીવ બચી ગયો. બંગલાને પણ બહુ નુકસાન થયું નથી, પરંતુ સવાલ એ ઊભો થયો કે ફ્રાન્સિસે આવું કેમ કર્યું?
ફ્રાન્સિસે બંગલાને આગ લગાવતા પહેલા પત્નીને મેસેજ કર્યો કે, તે ઘરને સળગાવવા જઈ રહ્યો છે. ખરેખર, તેમની પત્ની સારાહથી તેના છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. તેવામાં તેમને આ પ્રૉપર્ટીનો અધિકાર ન મળે, તેથી ફ્રાન્સિસે ઘરને આગ ચાંપી દીધી. પહેલા તેણે ફૂડ ઑઇથી આગ લગાવી દીધી. જ્યારે આ મામલો કોર્ટમાં પહોંચ્યો તો જજ પણ કારણ જાણીને દંગ રહી ગયા. જો કે, ફ્રાન્સિસને જેલમાં ધકેલી દેવામાં આવ્યો ન હતો અને તેને ચેતવણી સાથે છોડી દેવામાં આવ્યો હતો.
Francis McGuirk | mansion fire | legal dispute | property ownership | luxurious homes | unexpected events | legal consequences | court case | shocking incidents | Gam no choro | news | Gujarat