અમીષા પટેલ અને સલમાન ખાને એક ફિલ્મમાં સાથે કામ કર્યું છે. આમ, બન્ને સારા મિત્રો પણ છે. અમીષા પટેલ ઘણીવાર સલમાન ખાન વિશે વાત શેર કરતી રહેતી હોય છે. જો કે લેટેસ્ટમાં એક ફેને બન્નેને લગ્ન કરવાની વાત કરી હતી. આ અંગે અમીષાએ ફની પ્રતિક્રિયા આપી છે.
અમીષા પટેલ ‘ગદર 2’ માં જોવા મળી હતી. ફિલ્મમાં અભિનેત્રીએ સની દેઓલની સાથે મસ્ત એક્ટિંગ કરીને દર્શકોને ફિદા કરી દીધા હતા. અમીષા ભલે સ્ક્રીન પર ઓછી જોવા મળતી હોય, પરંતુ અભિનેત્રી હંમેશા કોઇને કોઇ રીતે એના ફેન્સની સાથે જોડાયેલી રહે છે. લેટેસ્ટમાં વાત કરીએ તો એક્ટ્રેસે એક એવો જવાબ આપ્યો છે જેના કારણે એની ચારેબાજુ ચર્ચાઓ ચાલી રહી છે. આગામી ફિલ્મ ‘ગદર 3’ અને ‘હમરાજ 2’ ને લઇને મોટું નિવેદન આપ્યું છે. આ સાથે લગ્નના સવાલ પર ચુપ્પી તોડીને દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
એક એક્સ યુઝરે કહ્યું અમીષા પટેલ અને સલમાન ખાન બન્ને પરણેલાં નથી, તો શું ભવિષ્યમાં બન્નેના લગ્ન થવાની કોઇ સંભાવના છે? આ વાતનો જવાબ આપતાં અભિનેત્રીએ જણાવ્યું કે ‘સલમાને લગ્ન કર્યા નથી અને હું પણ અનમેરિડ છું, તો શું તમને લાગે છે કે અમારે લગ્ન કરી લેવાં જોઇએ? અમારાં લગ્નનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે– લગ્ન છે કે પછી કોઇ ફિલ્મ પ્રોજેક્ટ? હું લગ્ન કરવા માટે તો ઇચ્છુક છો પણ કોઇ દુલ્હો મળી નથી રહ્યો.’
જે લોકો જાણતાં નથી એમને જણાવી દઇએ કે સલમાન અને અમીષા પટેલે 2002માં ફિલ્મ યે હૈ જલવામાં સાથે કામ કર્યું હતુ. બોલિવૂડ હંગામા સાથે એક ઇન્ટરવ્યૂમાં અમીષા પટેલે જણાવ્યું હતું કે, મારી અને સલમાનની ફિલ્મ ફ્લોપ થવાનું કારણ સલમાનનો રન કેસ હોવાનું હતું. વધુમાં કહ્યું કે, ડેવિડ ધવને બનાવેલી આ ફિલ્મ બેસ્ટ ફિલ્મોમાં એક હતી. આટલું જ નહીં આ ફિલ્મમાં સલમાન ખાન મસ્ત લાગી રહ્યો હતો, પરંતુ હિટ એન્ડ રન કેસના કારણે મિડીયાનું ધ્યાન ફિલ્મની જગ્યાએ આ ઘટના પર જતું રહ્યું અને ફિલ્મ ફ્લોપ રહી.
Bollywood news | Salman khan | Gam no choro | Gujarati short stories | Gujarat news | Gujarat