MCAના અધ્યક્ષ કે જે IND vs PAKની મેચ જોવા માટે ન્યુયોર્ક ગયેલા હતા તેનુ કાર્ડિયેક એરેસ્ટ થી  મોત થયુ હતુ.

9 જૂનના રોજ રવિવારે T20 વર્લ્ડ કપ 2024 માં India Vs Pakistan ટીમ વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે 6 રનથી મજબૂત વિજય નોંધાવ્યો હતો. પરંતુ આ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ માટે એક ખરાબ સમાચાર પણ સામે આવ્યા હતા. અમોલ કાલેનું કે જે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ના પ્રમુખ છે તેનુ કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતુ. તે India Vs Pakistan વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની મેચ જોવા ન્યૂયોર્ક પહોચ્યા હતા.

અમોલે રવિવારે ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અજિંક્ય નાઈક અને એપેક્સ કાઉન્સિલના સભ્ય સૂરજ સામત સાથે મેચ જોઈ હતી. મેચ બાદ તેમની તબિયત બગડી હતી અને તેમનું મોત થયું હતું. ઓક્ટોબર 2022 માં અમોલ કાલે એ સંદીપ પાટીલને નજીકની હરીફાઈમાં હરાવીને MCA પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અમોલે આવનારી સિઝનથી  મુંબઈના સિનિયર પુરુષોની મેચ ફી બમણી કરવાના MCAના નિર્ણયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

મુંબઈને સ્થાનિક ક્રિકેટમાં અમોલ કાલેના નેતૃત્વમાં મોટી સફળતા મળી હતી. મુંબઈએ તાજેતરમાં સમાપ્ત થયેલી 2023-24 સિઝનમાં રણજી ટ્રોફી જીતી હતી. સાંકેય નાઈક કે જે  મુંબઈ ક્રિકેટ એસોસિએશનના ઉપાધ્યક્ષ છે તેને આ ક્રિકેટ એસોસિએશનની વચગાળાની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

#amol_kale_death

gam no choro | Gujarati news | Divya Bhaskar | Gujarat smachar | Jamaat | Jaslsa karo jentilal | jalso | Gujarati story | Gujarati jokes | Gujarat ni history | gujarati varta | gujarati funny jokes | gujarati inspirational story | gujarati love stories | gujarati moral stories | gujarati short stories | gujarati varta story |  jokes gujarati funny | love story gujrati | Gujarati news | Gujarat | BAPS Hindu Mandir, Abu Dhabi | gujarat news | sarangpur hanuman | Gujarati cinema | Film | mumbai samachar | dwarka | stay in us | stay in uk