AR Rahman : બોલિવૂડના દિગ્ગજ ગાયક અને સંગીતકાર એ.આર રહેમાને દુનિયાભરમાં પોતાનું નામ બનાવ્યું છે. બોલિવૂડમાં ઘણા શાનદાર ગીતો આપનાર એ.આર. રહેમાન ઓસ્કાર જીતનારા થોડા ભારતીયોમાંના એક છે. પોતાની પ્રતિભાના આધારે તેણે સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે.
57 વર્ષના એઆર રહેમાનને કોઈ પરિચયની જરૂર નથી. તેમનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે. પરંતુ ક્યારેક માઈકલ જેક્સનને મળવા માટે તેને ઘણા દિવસો સુધી રાહ જોવી પડી હતી. જોકે, જ્યારે એ.આર રહેમાનને માઈકલ જેક્સનને મળવાની તક મળી ત્યારે તેણે પોતે માઈકલ જેક્સનને મળવાની ના પાડી દીધી. પરંતુ તેની પાછળ એક રસપ્રદ કારણ છે.
માઈકલ જેક્સનના મેનેજરને મળવાની વાત કરી હતી :
એ.આર રહેમાને કહ્યું, ‘હું 2009ની શરૂઆતમાં લોસ એન્જલસમાં હતો. ત્યાં હું માઈકલ જેક્સનના મેનેજરને મળ્યો. મેં તેને પૂછ્યું કે શું હું માઈકલ જેક્સનને મળી શકું? જવાબમાં તેણે કહ્યું, હા, કેમ નહીં, અમે ઈમેલ મોકલીશું. પ્રથમ સપ્તાહમાં તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. હું માત્ર શાંત હતો, મેં વિચાર્યું કે કોઈ સમસ્યા નથી.’
માઈકલને મળવાની ના પાડી, કહ્યું- ઓસ્કાર જીત્યા બાદ મળીશું
એ.આર રહેમાને વધુમાં કહ્યું, ‘તે પછી નોમિનેશન્સ આવ્યા. હું ઓસ્કાર માટે નોમિનેટ થયો હતો. આ પછી મને એક ઈમેલ આવ્યો. તેમાં લખ્યું હતું કે માઈકલ જેક્સન તમને મળવા માંગે છે. પછી મેં કહ્યું, હવે મારે તેને મળવું નથી. જો હું ઓસ્કાર જીતીશ તો જ હું તેને મળીશ, નહીં તો નહીં. મને ખાતરી હતી કે હું ઓસ્કાર જીતવાનો છું.
ત્યારબાદ માઈકલ જેક્સને એ.આર રહેમાનને ઘરે બોલાવ્યો :
ઓસ્કાર જીત્યા બાદ માઈકલ જેક્સને એઆર રહનાને મળવા માટે પોતાના ઘરે બોલાવ્યા હતા. એ એ.આર રહેમાને વધુમાં કહ્યું, ‘ઓસ્કર જીત્યાના બીજા દિવસે હું તેને મળવા ગયો હતો. અમે લોસ એન્જલસમાં તેમના ઘરે મળ્યા. મારા ડ્રાઇવરે મને તેના ઘરે ડ્રોપ કર્યો. સાંજના લગભગ 6:30 વાગ્યા હતા, સૂરજ આથમી રહ્યો હતો અને પછી મોજા પહેરેલા કોઈએ દરવાજો ખોલ્યો.
હું ખૂબ જ ખુશ હતો કારણ કે મેં 2 ઓસ્કાર જીત્યા હતા. હું સાતમા સ્વર્ગમાં હતો. તેની સાથેની મુલાકાત સારી રહી. માઈકલે રહેમાનને તેના બાળકો સાથે પણ પરિચય કરાવ્યો હતો. એ.આર રહનાએ કહ્યું કે તેણે મને કેટલાક ડાન્સ મૂવ્સ પણ બતાવ્યા હતા. મારા માટે આ એક અવિસ્મરણીય સ્મૃતિ છે.
એઆર રહેમાન માઈકલ સાથે કામ કરવા માંગતા હતા, પરંતુ..’
ફિલ્મ એથિરન (રોબોટ)ના નિર્દેશક શંકરની વિનંતી પર એ.આર રહેમાને તેમને આ ફિલ્મમાં ગાવાનું કહ્યું હતું. માઈકલ જેક્સને આ ઓફર સ્વીકારી હતી. પરંતુ 25 જૂન 2009ના રોજ ખરાબ સમાચાર આવ્યા કે માઈકલ જેક્સન નથી રહ્યા. એઆર રહેમાનનું માઈકલ જેક્સન સાથે કામ કરવાનું સપનું અધૂરું રહ્યું.
ફિલ્મી જગતની બીજી પોસ્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો
#ar_rahman #michael_jackson #oscaraward #hollywood #bollywood #filmyjagat #janvajevu #khaskhabar #ajabgajab #gujaratiblog
AR Rahman | Michael Jackson | Oscar Award | Hollywood | Bollywood | Gujarati Blogs | Gam no choro | Gujarati news | Divya Bhaskar | Gujarat samachar | Jamaat | Jalsa karo jentilal | Jalsa | Gujarati story | Gujarati jokes | Gujarat ni history | gujarati varta | gujarati funny jokes | gujarati inspirational story | gujarati love stories | gujarati moral stories | gujarati short stories | gujarati varta story | jokes gujarati funny | love story gujarati | Gujarati news | Gujarat| BAPS Hindu Mandir, Abu Dhabi | Gujarat news | sarangpur hanuman | Gujarati cinema | Film | mumbai samachar | dwarka | stay in us | stay in uk | Gujarati Blog | Gujarati Thoughts/Ideas | Gujarati Literature | Gujarati Culture | Gujarati Photography | Gujarati Poetry | Gujarati Music | Gujarati Films/Movies | Gujarati Stories | Gujarati Health | Gujarati Recipes | Gujarati Technology | Gujarati Sports | Gujarati Universities | AR Rahman