ભારતની સૌથી લોકપ્રિય ટી.વી. સીરીઅલ રામાયણમાં શ્રી રામનું પાત્ર અરુણ ગોવિલએ ભજવ્યું હતું જે લોકોએ ખૂબ પસંદ કર્યું ત્યાર બાદ તેમણે ઘણા ફિલ્મો અને સીરીઅલમાં કામ કર્યું પણ લોકો તેમને એટલા વર્ષો બાદ પણ લોકો તેમને રામાનંદ સાગરની રામાયણના શ્રી રામના રૂપે જ જુએ છે.]ભાજપે લોકસભા ચૂંટણી માટેની પાંચમી યાદી બહાર પાડી જેમાં 111 લોકસભા બેઠકોની જાહેરાત કરવામાં આવી. આ યાદીમાં અરુણ ગોવિલનું નામ પણ છે. ભાજપે યુપીની મેરઠ લોકસભા સીટ પરથી અરુણ ગોવિલને પોતાનો ઉમેદવાર બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે પાર્ટીએ રાજેન્દ્ર અગ્રવાલની ટિકિટ રદ કરીને અરુણ ગોવિલને ટિકિટ આપી છે.
આ ખબર આવતા જ અરુણ ગોવિલે પોતાનું રિએક્શન સોશિયલ મીડિયા પર જણાવતા કહ્યું: : આ. શ્રી નરેન્દ્ર મોદીજી અને ચયન સમિતિનો ખૂબ ખૂબ આભાર કે જેમણે મને મેરઠના સાંસદ ઉમેદવાર બનાવીને મને આટલી મોટી જવાબદારી સોંપી છે. હું ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસ અને જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાના તમામ પ્રયાસો કરીશ…
કોંગ્રેસે પણ કરી હતી ઓફર] : વર્ષો પહેલા કોંગ્રેસ ઈચ્છતી હતી કે અરુણ ગોવિલ કોંગ્રેસ માટે અલ્હાબાદથી ચૂંટણી લડે. પરંતુ તે સમયે અભિનેતાએ રાજકારણમાં આવવાની ના પાડી દીધી હતી. આ વાતનો ખુલાસો ખુદ અરુણ ગોવિલે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પૂર્વ પીએમ રાજીવ ગાંધી પણ ઇચ્છતા હતા કે તેઓ અલ્હાબાદથી ચૂંટણી લડે. પરંતુ તે સમયે તેઓ આ માટે તૈયાર ન હતા. જો કે હવે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.