દેશમાં કેન્સરના કુલ દર્દીઓમાં આશરે આઠ ટકા દર્દી બ્લડ કેન્સરના છે. આમાં પણ વાર્ષિક 15 હજાર બાળકો શિકાર થઇ રહ્યાં છે. કાર-ટી સેલ એટલે કે ઇમ્યુનોથેરાપીથી બ્લડ કેન્સરના ચોથા તબક્કામાં પણ 90 ટકા સુધી સફળ સારવાર શક્ય છે.
આઇઆઇટી બોમ્બે અને તાતા મેમોરિયલે આની શોધ કરી છે. આ થેરાપીમાં દર્દીની ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં આવે છે. તે જ ટ્યૂમરને ખતમ કરી નાંખે છે. કિમોથેરાપી અથવા તો રેડિયોથેરાપીની જેમ આની અસર શરીરના બીજા હિસ્સામાં ખૂબ ઓછી અથવા તો નહીંવત્ સમાન છે. કેન્સરના જે 30 ટકા દર્દીઓ પર કોઇ સારવાર અસર કરતી નથી તેમાં પણ આ થેરાપી 60-70 ટકા અસરકારક રહી છે.
કાર-ટી સેલ થેરાપીના સંબંધમાં તમામ બાબતો, જે તમારા માટે જાણવી જરૂરી છે…
કાર ટી-સેલ થેરાપીથી ભારતમાં કયા કેન્સરના દર્દીઓની સારવાર થઇ રહી છે? બાકીના દર્દીઓને ક્યારે સારવાર મળશે?
પુખ્તવયના લ્યુકેમિયા અને લિમ્ફોમા રોગીઓ માટે દેશમાં કાર-ટી સેલ થેરાપીથી સારવાર કરવામાં આવી રહી છે. બાળકોના કેન્સર માટે ટ્રાયલ પ્રક્રિયા ચાલી રહી છે. શક્યત: આગામી વર્ષ સુધી સારવાર મળતી થશે
તેની સારવાર વિદેશ કરતા કેટલી સસ્તી છે.
કાર ટી સેલ થેરાપી બોન મેરો સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ, રેડિએશન થેરાપી કરતા મોંઘી છે. પરંતુ તેમાં સફળતાનો દર આના કરતાં વધારે છે. અમેરિકા જેવા દેશોમાં તેની સારવાર પાછળ 6-7 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે જ્યારે ભારતમાં તેની પાછળ 30થી 35 લાખ રૂપિયાની આસપાસ ખર્ચ થાય છે
સારવારની રીત શું છે ? અને કામ કઇ રીતે કરે છે?
ટી- સેલ આપણી ઇમ્યૂન સિસ્ટમ માટે જવાબદાર હોય છે. આ ટી-સેલ્સ શરીરમાં એબ્નોર્મલ અથવા તો ઇન્ફેક્શન ફેલાવતા સેલ્સને મારી નાંખે છે. સીએઆરનો અર્થ સિમરિક એન્ટીજન રિસેપ્ટર્સ હોય છે. સીએઆર ટી સેલ્સની રચના લેબમાં તૈયાર કરવામાં આવે છે. જ્યારે શરીરમાં ફરી આ જેનેટિકલી મોડિફાઇડ ટી સેલ્સ નાંખવામાં આવે છે તો ત્યાં પણ આની સંખ્યા વધતી રહે છે.
#car_t_cell
gam no choro | Gujarati news | Divya Bhaskar | Gujarat smachar | Jamaat | Jaslsa karo jentilal | jalso | Gujarati story | Gujarati jokes | Gujarat ni history | gujarati varta | gujarati funny jokes | gujarati inspirational story | gujarati love stories | gujarati moral stories | gujarati short stories | gujarati varta story | jokes gujarati funny | love story gujrati | Gujarati news | Gujarat
| BAPS Hindu Mandir, Abu Dhabi | gujarat news | sarangpur hanuman | Gujarati cinema | Film | mumbai samachar | dwarka | stay in us | stay in uk