હાલમાં કોવિડ-19ની રસી કોવિડશીલ્ડને લઇને લોકોના મનમાં મોટો ભય ફેલાય રહ્યો છે જેનું મુખ્ય કારણ છે ઈન્ટરનેટ પર ફેલાઈ રહેલ ખોટી અફવાઓ WHO એટલે વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું છે કે આ રસીની આડઅસર કરતા ફાયદાઓ ઘણા છે જે ગંભીર રોગો સામે રક્ષણ આપે છે.
જાણો શું છે સચ્ચાઈ ?
ગંભીર રોગો સામે રક્ષણ થઇ શકે તે માટે લોકોને અલગ અલગ પ્રકારની રસી આપવામાં આવતી હોય છે. આ પ્રક્રિયા તેના જન્મથી જ શરૂ થઇ જાય છે. બાળકનો જન્મ થતા જ તે પુખ્તવયનું થાય ત્યાં સુધી તેમને અનેક રસીઓ આપવામાં આવે છે અને તે આપણે બધા લોકોએ પણ લીધેલ છે પરંતુ તે રસીઓ પણ 100% આડઅસર રહિત હોતી નથી પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી કારણ કે તેનું જોખમ ખૂબ ઓછું હોય છે જેમકે 1 લાખ માણસમાંથી લગભગ 1 માણસને તેની આડઅસર જોવા મળવાનું જોખમ હોય છે તે પણ રસી લગાવ્યાના થોડા દિવસો સુધી જ હોય છે.
કોવિડ શિલ્ડ રસી કેટલી સુરક્ષિત છે ?
એક રિપોર્ટ અનુસાર કોવિડ શિલ્ડ રસીની ગંભીર આડઅસર થવાની શક્યતા 10 લાખ લોકોમાંથી માત્ર 7 જેટલા લોકોને જ છે. જે અન્ય અમુક રસીઓની તુલનામાં પણ ખૂબ ઓછું છે. જો વ્યક્તિને રસીના કારણે કોઈ સમસ્યા થતી હોય તો તેના લક્ષણો રસી લગાવ્યાના થોડા દિવસો બાદ જ તેની આડઅસરના લક્ષણો દેખાવવા લાગે છે. પરંતુ 1-2 વર્ષ પહેલા જેમણે રસી લીધી છે તે લોકોએ ડરવાની જરૂર નથી.
તો શા માટે હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે ?
જો કોઈ વ્યક્તિએ 1-2 વર્ષ પહેલા કોવિડ શિલ્ડ રસી લીધી છે અને તેમને કોઈ ગંભીર સમસ્યા જણાય તો તેનું અન્ય કોઈ કારણ હોય શકે છે. જેમ કે છેલ્લા થોડા વર્ષોથી લોકોની જીવનશૈલી ખૂબ બગડી, લોકો ડિજિટલ ડિવાઈસના ગુલામ બન્યા છે, ફાસ્ટફૂડ રોજિંદો આહાર બન્યો છે, શાકભાજી અને ફળોમાં પણ કેમિકલ્સનો ઉપયોગ વધ્યો છે, શારીરિક પ્રવુતિ નાબૂદ થઇ છે, લોકો સતત માનસિક તણાવ અને ડિપ્રેશનમાં જોવા મળે છે જેથી હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક ખૂબ વધી ગયા છે .
જો, આ જાણ્યા છતાં પણ મનમાં ભય હોય તો પોતાનું મેડિકલ ચેક-અપ કરાવવું જેના દ્વારા તમારા સંપૂર્ણ સ્વાસ્થ્યની તમને જાણ થશે અને મનનો ભય દૂર થશે.