જીરું એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આને પીવાથી શરીરને લગતી ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ ઉપરાંત શરીરનો સોજો પણ ઓછો થાય છે.

જીરું ખાવાથી સ્થૂળતા ઝડપથી નિયંત્રિત થાય છે. આ સાથે પેટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. જેમ કે કબજિયાત, ગેસ અને અપચો. જીરામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે સોજો ઓછો કરે છે અને પાચનક્રિયા સુધરે છે.

Cumin Not Only Cleans The Stomach But Also Relieves Stomach Related ...

જીરુંમાં આયર્ન, કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, ઝિંક, ફાઈબર, વિટામિન એ, વિટામિન સી, કોપર, એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણો જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનાથી શરીરમાં બળતરા ઓછી થાય અને પાચનક્રિયા સુધરે છે. જીરાનું પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે.

પેટના દુઃખાવામાં રાહત માટે : જીરાનું પાણી પેટનાં દુઃખાવામાં પણ ઘણી રાહત આપે છે. જો હળવો દુઃખાવો થતો હોય તો ગરમ પાણીમાં જીરું પાવડર નાખીને પીવો. આ પેટના દુઃખાવામાં ફાયદાકારક છે.

Cumin: beneficial properties, uses and side effects

અજીર્ણમાં ફાયદાકારકઃ ઘણા લોકો વધુ પડતા તેલ અને મસાલા ખાવાથી અપચોની ફરિયાદ કરે છે. આવા લોકોએ જીરાનું પાણી પીવું જોઈએ. જેનાથી અપચા જેવી સમસ્યાથી ઘણી રાહત મળશે.

જીરું કબજિયાતમાં રાહત આપે છેઃ જીરામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આવા દર્દીઓએ જીરા પાવડર ખાવો જોઈએ. તમને તાત્કાલિક રાહત મળશે.