16 થી 17 મી સદીમાં સોરઠ પ્રદેશમાં બાલાગામ નામે એક ગામ હતું. આ ગામમાં સગર વીરા ભગત અને હેમીબાઈ નામના દંપતી રહેતા હતા.ગિરનારની ગોદમાં એક મહાન સંતનો સત્સંગ કર્યો અને પોતાનું જીવન સેવામાં સમર્પિત કર્યું એટલે મહાન સંતે તેમને વરદાન માંગવાનું કહ્યું. વીરાભગતના લગ્ન જીવનના 12 વર્ષ વીતી ગયા હોવા છતાં સંતાન સુખ ન હતું એટલે તેમણે કહ્યું કે, ‘અમને પુત્ર જોઈએ અમને પુત્ર જોઈએ’ આમ પાંચ વખત પોતાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે સંતે આશીર્વચન માં ‘તમારે ત્યાં પાંચ પુત્ર જન્મશે’ તેવા આશીર્વાદ આપ્યા. વધુ વાંચો

સૌથી નાનો પુત્ર દાસારામે રામાયણ,મહાભારત,ગીતા, વેદપુરાણોનું જ્ઞાન મેળવીને અને ભજન-ભક્તિમાં બાળપણ વિતાવ્યું. યુવાવસ્થામાં દાસેવના લગ્ન કોઈલાણા ગામે સગર સવદાસભાઇ કારેણા ની પુત્રી બાયાબાઈ સાથે થયા, બાયાબાઈ પણ ખૂબ જ સંસ્કારી સેવાભાવી અને પતિ એ જ પરમેશ્વર માનવાવાળા,અને ધાર્મિક સ્વભાવના હતા જેથી બંનેનુ સાંસારિક જીવન સુખમા વીતવા લાગ્યુ,તેમને ત્યાં બે પુત્ર (હમીર ,રાણો)અને પુત્રી જાનબાઇ એમ ત્રણ સંતાનો થયા.દાસેવની નાનપણથી જ એક ઇચ્છા હતી કે આખા પરિવારને એક વખત સગર પુત્ર ઉધ્ધારિણી મા ગંગા ના દર્શન માટે જવું છે, એટલે તે યાત્રા પણ પૂરી કરી, ધામધૂમથી બાલાગામ પરત ફર્યા,ચોમેર દાસેવના ગુણગાન થવા લાગ્યા,હવે તે દાસેવ મટીને “ભક્ત શ્રી દાસારામ” કહેવાયા. સંતપણાના પારખા થયા પણ તેમને અનેક પરચા પુરીને પોતાની દિવ્યતા જગતને દેખાળી. વધુ વાંચો

ભક્ત શ્રી દાસારામના ભક્તો, અનુયાયીઓ, સેવકો,સત્સંગીઓ દિન -પ્રતિદિન વધતા ગયા. આખો સોરઠ કાઠીયાવાડ ગીર પંથકમાં કોઇપણ નાત-જાત નો ભેદભાવ રાખ્યા વગર પોતે દરેકના ઘેર જવા લાગ્યા. અનંતજીવનું કલ્યાણ કરીને દાસારામ બાપુને લાગ્યું કે આ જગતમાં આવીને જે પ્રભુ કાર્ય કરવાનું હતું તે પૂર્ણ થયું,હવે મારો જવાનો સમય આવી ગયો છે, જેથી તેમણે સંવત 1805 ને સુદ પક્ષની અષાઢી બીજ ના દિવસે પ્રભુ ને મળવાનું નક્કી કર્યું બાલાગામની એક વાવના કાંઠે પોતાની પાઘડી અને માળા મૂકી વાવના જળમાં પ્રવેશ કર્યો અને અંતર્ધ્યાન થયા. વધુ વાંચો


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/maragamnochoro
IG: instagram.com/maragamnochoro
••••••••••••••••••••••••••••••••••